Ganpati Birth and his heroism has many secrets, know About it
  • Home
  • Astrology
  • ગણપતિની ઉત્પતિ અને ગણનાયકતા પાછળ છે અનેક રહસ્યો, શું તમે જાણો છો?

ગણપતિની ઉત્પતિ અને ગણનાયકતા પાછળ છે અનેક રહસ્યો, શું તમે જાણો છો?

 | 6:36 pm IST

માતા પાર્વતી અને ભગવાન શિવના લાડલા ગણેશજી અનેક દિવ્ય અને નિરાકાર શક્તિઓના સ્વામી છે. તે ગણનાયક તો છે જ. વિશ્વ ભરમાં પરમ ચૈતન્ય છે તેમાં સદૈવ તેમનો વાસ છે. બ્રહ્માંડ એ અનેક અણુઓ અને વિવિધ ઉર્જાનો એક સમૂહ છે. આ અલગ અલગ ઉર્જા સમૂહો પર જો કોઈ સર્વોપરિ નિયમ ન બનતા હોય તો આ બ્રહ્માંડ ક્યારનુંય અસ્ત વ્યસ્ત થઈ ગયું હોત. ગણેશજીએ પરમાણુ અને ઉર્જાના આ તમામ સમૂહોના અધિપતિ છે. તે પરમચેતના છે. જે સર્વમાં વ્યાપ્ત છે તે બ્રહ્માંડમાં વ્યાપત છે. તેના મૂળમાં પણ તે છે.

આદિ શંકરાચાર્યે ગણેશજીના સાર તત્ત્વને ખુબ જ સુંદર રીતે વર્ણિત કર્યું છે. ગણેશજીને હાથીના મસ્તકવાળા રૂપે પૂજવામાં આવે છે. તેમનું આ રૂપ આપણને નિરાકાર પરબ્રહ્મરૂપાની તરફ લઈ જનારું છે. તે આજમ નિર્વિકલ્પમ નિરાકારમેકમ છે. અર્થાત તે અજન્મા, ગુણાતીત અને નિરાકાર છે અને તે પરમચેતનાનાના પ્રતીક છે. જે સર્વવ્યાપી છે. ગણેશજીની આ શક્તિ છે.

ચાલો જાણીએ કેવી રીતે થઈ ગણપતિની ઉત્પતિ
આપણે તમામ એ વાતથી પરિચિત છીએ કે ગણેશજી હાથીના મુખ વાળા બન્યા. શિવ અને પાર્વતી ઉત્સવ મનાવી રહ્યાં હતાં. જેમાં પાર્વતીજી પર મેલ જામી ગયો. એ અહેસાસ થતાં જ તે પોતાના શરીર પર માટી જે લાગી હતી તેને હટાવવા લાગ્યા. તેમણે એ માટીના મેલમાંથી એક મુરત બનાવી. પછી તેમાં પ્રાણ પૂરીને તેને એક બાળક બનાવી દીધો હતો. માતા પાર્વતીએ આમ કારણ કે તેમને  સ્નાન કરવું હતું અને તે સમયે ઘરમાં કોઈ ઘૂસી ન જાય તે માટે તે કોઈને પહેરેદાર તરીકે મુકવા ઈચ્છતા હતા. મેલમાંથી બનાવેલા બાળકને પહેરેદાર બનાવીને દેવી નહાવા ચાલ્યા ગયા.

આ બાજુ મહાદેવ, ભોળાનાથ શિવજી એ ઘરે પાછા ફર્યા. ઘરમાં દાખલ થવાની કોશિશ કરી. ત્યારે તેમનો ભેટો પહેરેદાર બાળક સાથે થયો. બાળકે તેમને અંદર દાખલ થતાં રોક્યા. ત્યારે શિવજીએ ક્રોધવશ એ બાળકનું મસ્તક ઘડથી અલગ કરી દીધું અને અંદર પ્રવેશ કરી ગયા. ત્યારે તેમને ચોક્કસ મન સ્થિતિમાં જોઈને પાર્વતી ચોંકી ઉઠ્યાં. તેમણે તેમને વસ્તુ સ્થિતિ વિશે પૃચ્છા કરી. ત્યારે શિવજીએ બાળકનું માથું વાઢી નાંખ્યું હોવાનું જણાવતા દેવી પાર્વતી વ્યથિત થઈ ગયા. તેમણે કહ્યું કે તે બાળક અન્ય કોઈ નહિં પણ તે તેમનું જ બાળક હતું. શિવજીને તેને કોઈપણ ભોગે બચાવવા માટે નિવેદન કરવા લાગ્યા. ત્યારે શિવજીએ પોતાના ગણને આદેશ આપ્યો કે ઉત્તર દિશામાં જે કોઈ મળે તેનું માથુ વાઢી લાવીને આપો. ત્યારે ગણ હાથીનું માથુ લઈને આવે છે એને શિવજી બાળકના ઘડ સાથે જોડી દે છે. આ રીતે બાળ ગણેશની હાથીના મુખ સાથે ઉત્પતિ થઈ.

આમાં છુપાયેલું છે રહસ્ય
તમને સાંભળવામાં અજીબ લાગશે પણ શું પાર્વતીના શરીર પર મેલ હતો કેવી રીતે આવ્યો? સતત સમાધિમાં રહેનારા અને આત્મદ્રષ્ટા શિવથી એવી તે કેવી ભૂલ થઈ ગઈ કે તે આ બાળક તેમનો જ દીકરો છે તે તે ઓળખી ન શક્યા? શું શિવજી એક બાળકને એવો દંડ આપે કે તેનું માથું વાઢી લે? પરમ ઉદ્ધારક શિવના કાર્ય પાછળ ઉંડું રહસ્ય છે.

અહિં ગણેશજીનો નહિં પણ અજ્ઞાનતાનો અંત છે. હાથી એ જ્ઞાનનું પ્રતીક છે તેથી તેનું માથું જોડી દીધું. હાથી એ મહાશક્તિશાળી અને જ્ઞાની છે. કોઈ અંતરાયો તેને રોકી શકતા નથી. તે તમામ અંતરાયોને પાર કરીને સીધા ચાલતા રહે છે. તો સાથે સાથે ક્યારેય મુશ્કેલી સામે ઉંઘા મુખે ભાગી જતાં નથી. તે સામનો કરે છે અને આગળ વધી જાય છે. આમ ગણેશજીમાં હાથીના ગુણો હતા, તેનું શિવજી રૂપણ કરે છે. ગણેશજીની પૂજા કરતાં આપણે પણ આ ગુણોને કેળવીએ છીએ.

ગણપતિના મોટાં કાન અને મોટું પેટ
ગણપતિનો દેખાવ આપણને એ વાતની શિખ આપે છે કે બધું જ સાંભળો. પણ નિર્ણય યોગ્ય રીતે લો. જ્યારે ગણપતિનું પેટ એ વાત કહે છે કે તમામ જાણતા હોય તો પણ કોઈના વિશે કશું ન બોલો. તે ઉદારતા અને પ્રેમનું પ્રતિક છે. ગણપતિના હાથમાં અંકુશ છે તે મનને નિયંત્રણમાં રાખવા માટેનું પ્રતિક છે. તેથી વ્યક્તિએ પોતાના પર અંકુશ રાખવો જોઈએ તે આપણને તે શિખવાડે છે. જ્યારે ચેતના જાગૃત થાય છે ત્યારે તે મોટી માત્રામાં નિકળે છે. જો તે નિયંત્રિત ન હોય તો તે અસ્તવ્યસ્ત થઈ જશે..

ગણપતિનું વાહન ઉંદર
હાથીનું માથું ધરાવતા ગણપતિ આટલા નાના ઉંદર પર  સવારી કરે છે. એ વાત સાંભળવામાં ભલે અસંગત લાગે પણ આ એક પ્રતિક છે. જે ઉંદરમાં ખાસિયતો છે કે તે જીણું કાંતે છે. દાંતોથી કોતરી કોતરીને નષ્ટ કરે છે. તેવી જ રીતે ગણેશ મંત્રો જીવનની હર સમસ્યાનો અંત લાવે છે.

પ્રાચીન ઋષિઓ બહુંજ વિદ્વાન હતા. સમયની સાથે શબ્દો બદલાઈ જાય છે પણ અભિવ્યક્તિ કે પ્રતિકો એ જ રહે છે. તે સમયાતિત હોય છે. તેથી જ આ પ્રતિકો એ માનવ મન પર ઉંડી અસર કરે છે. ગણેશજીનું જે બાહ્ય રૂપ છે તે આપણી ભીતરમાં પણ છે. આપણે એ તત્ત્વોને બહાર લાવીએ…તો જ સાચી ગણેશ પૂજા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન