Ganpati pujan: Durva should be used but not Tulsi know why
  • Home
  • Astrology
  • ગણપતિને પસંદ છે આ ખાસ ચીજ પૂજામાં જરૂર ચઢાવો, પણ ન ચડાવશો તુલસી

ગણપતિને પસંદ છે આ ખાસ ચીજ પૂજામાં જરૂર ચઢાવો, પણ ન ચડાવશો તુલસી

 | 9:40 pm IST

ગણપતિ પૂજા વિશેષ છે અને તેમાં ખાસ કરીને રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણપતિને તેમની મનપસંદ ચીજો ચડાવવામાં આવે છે. પ્રથમ સ્મરણીય ગણપતિની પૂજા- અર્ચનામાં જે ચીજો ચઢાવવામાં આવે છે તેમાં દૂર્વાનું વિશેષ મહત્વ છે. એના સિવાય ગણેશજીની પૂજા અધૂરી મનાય છે. ભગવાન ગણેશને દૂર્વા તો ખુબ પસંદ છે પણ ભૂલથીએય તુલસી ન ચઢાવવી જોઈએ. તુલસીપત્રનો ગણેશ પૂજામાં નિષેધ છે. જેવી રીતે શિવજીની પૂજામાં શંખથી પૂજનનો નિષેધ છે તેવી જ રીતે ગણેશજીની પૂજામાં ભૂલથી પણ તુલસી ન ચઢાવવા જોઈએ. આમ તુલસીએ ભગવાન વિષ્ણુની ઉપપત્ની છે. પણ ગણેશજીને તે પસંદ નથી, જ્યારે ભગવાન વિષ્ણુના માનીતા પત્ની લક્ષ્મીજી એ ગણપતિના ખાસ સખા છે.

જાણો કેમ ગણપતિ પૂજનમાં ન ચઢાવવી જોઈએ તુલસીદળ
શાસ્ત્રો અનુસાર એક અસુર અનલાસુર હતો. તે સ્વર્ગથી લઈને પૃથ્વી સુધી સૌને પરેશાન કરતો હતો.  તે ઋષિ-મુનિયો અને દેવતાઓને  ખુબ સતાવતો હતો અને મનુષ્યોને જીવતા જ ખાઈ જતો હતો. ત્યારે તમામ દેવતા તેનો પીછો છોડાવવા માટે મહાદેવની શરણમાં કૈલાસ પર્વતજી  પહોંચ્યા.

તમામ દેવી -દેવતાની વાત સાંભળીને શિવજીએ કહ્યું કે અનલાસુરનો અંત કેવળ ગણેશજી જ કરી શકે છે. તે પછી ભગવાન ગણેશજી   તે અસુર અનલાસુરને ગળી ગયા. તેને કારણે તેમના પેટમાં દાહ થવા લાગ્યો. તે કોઈપણ રીતે શાંત જ નહોતો થતો. ત્યારે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવીને ગણેશજીને ખાવા માટે આપી. ત્યારે જઈને પેટની જલન શાંત થઈ ગઈ. ત્યારથી ગણેશજી દૂર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ.

ગણેશ પૂજામાં તુલસીપાન ન ચઢાવવા જોઈએ. વિષ્ણુપુરાણ અનુસાર એક તુલસી ગણેશજીને જોઈને તેમના પર મોહિત થઈ ગયા હતા. તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. પણ ગણેશજીએ તે પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. તેથી તુલસીએ તેમને બે લગ્ન થાય તેવો શ્રાપ આપી દીધો.

ત્યારે ગણેશજીએ પણ તુલસીને શ્રાપ આપી દીધો કે તમારા લગ્ન અસુર સાથે થશે. તે પછી તુલસીને પોતાની ભૂલ સમજાઈ. તેણે ગણપતિની માફી માંગી. ત્યારે ગણેશજીએ તેને એક વરદાન આપ્યું કે કળિયુગમાં તું મોક્ષ આપનારી હશે પણ મારી પૂજામાં તારો ઉપયોગ નહિં થાય. ત્યારથી ગણેશજીની પૂજામાં તુલસીદળનો ઉપયોગ કરવામાં આવતો નથી.