Bal Ganesha once theft all food from kitchen form Gautam rishi Ashram..
  • Home
  • Astrology
  • ગણપતિએ એક વાર ગૌતમ ઋષિની રસોઈમાંથી કરી ભોજનની ચોરી,શું આવ્યું પરિણામ

ગણપતિએ એક વાર ગૌતમ ઋષિની રસોઈમાંથી કરી ભોજનની ચોરી,શું આવ્યું પરિણામ

 | 3:35 pm IST

ગણેશજી બાળપણમાં ભારે તોફાની હતા. તેમની બાળ લીલાઓથી માતા પાર્વતી હમેંશા ચિંતિત રહેતા. તે ક્યારેક ક્રોધિત થઈને પણ તેમને દંડ આપતા. આમછતાં ગણેશજી પોતાની ધમાલ કરતાં રહેતા. એક વખતની વાત છે. બાળ ગણેશ પોતાના મિત્ર મુનિ પુત્રોની સાથે રમી રહ્યાં હતા. રમતાં રમતાં તેમને ભૂખ લાગી. જ્યાં તે બધાં જ રમી રહ્યાં હતા ત્યાં પાસે જ ગૌતમ ઋષિનો આશ્રમ હતો. ઋષિ ધ્યાનમાં મગ્ન થઈને બેઠાં હતા. તેમની પત્ની અહિલ્યા રસોડાંમાં ભોજન બનાવી રહી હતી. ગણેશજી આશ્રમમાં ગયા અને અહિલ્યાનું ધ્યાન અન્યત્ર ખેંચાતા જ તેમના રસોડામાંથી બનાવેલું તમામ ભોજન ચોરીને લઈ ગયાં. તે પછી પોતાના સાથીઓ સાથે તેની મિજબાની કરી.

થોડાં સમય પછી અહિલ્યા રસોડામાં પરત આવ્યા અને બનાવેલા ભોજનને તપાસતાં રસોડામાં કશું જ ન મળ્યું. ત્યારે તેમણે ગૌતમ ઋષિનું ધ્યાનભંગ કરીને જણાવ્યું કે રસોડામાંથી રાંધેલું તમામ ગાયબ થઈ ગયું છે.

ઋષિ ગૌતમે જંગલમાં જઈને જોયું તો ગણપતિજી પોતાના મિત્રો સાથે મિજબાની કરી રહ્યાં હતા. અહિલ્યાના હાથથી બનાવેલું ભોજનની મોજ માણી રહ્યાં હતા. ગૌતમ ઋષિ તેને પકડીને માતા પાર્વતી પાસે લઈ ગયા અને તેમની ચોરીની વાત જણાવી. માતા પાર્વતીએ ગણેશજીને ઠપકો આપ્યો અને પછી કુટિયામાં જઈને બાંધી દીધાં. ગણેશજીને બાંધીને માતા પાર્વતી બહાર આવ્યા તો તેમને આભાસ થવા લાગ્યો કે જાણે ગણેશજી તેમની ગોદમાં છે. પછી ઘરમાં જઈને જોયું તો તે તો ઘરમાં બંધાયેલા હતા. વળી પાછા માતા કામમાં લાગી ગયા. થોડી વારે એવો ભાસ થયો કે ગણેશજી શિવગણ સાથે રમી રહ્યાં છે. કુટિયામાં જઈને જોયું તો ગણેશજી બંધાયેલા હતા. પછી એ નોબત આવી કે માતા પાર્વતીને દરેક જગ્યાએ ગણેશજી દેખાવા લાગ્યા. ક્યારેક રમતા, ક્યારેક ભોજન કરતાં તો ક્યારેક રોતા પણ દેખાયા. માતાએ પરેશાન થઈને કુટિયામાં જઈને જોયું તો ગણેશજી આમ બાળકોની માફક રોઈ રહ્યાં હતા. તે રસ્સીથી છૂટવાનો પ્રયાસ કરતા હતા. માતાને તેમના પર અધિક સ્નેહ આવ્યો અને ફરી એમ ન કરવાનું કહીને તેમને બંધનમાંથી મુક્ત કરી દીધો.