ganpati Pooja At Priyanka Chopra's House Before Her Marriage
  • Home
  • Featured
  • Photos: લગ્ન પહેલા પ્રિયંકાનાં ઘરે ગણપતિ પૂજા, દેશી અંદાજમાં દેખાયા જેઠ-જેઠાણી

Photos: લગ્ન પહેલા પ્રિયંકાનાં ઘરે ગણપતિ પૂજા, દેશી અંદાજમાં દેખાયા જેઠ-જેઠાણી

 | 3:18 pm IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નની તૈયારી પૂર્ણ થઈ ચુકી છે. લગ્નની વિધિઓ પહેલા ગણપતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકાનાં વર્સોવા, મુંબઈમાં બનેલા ઘર પર ગણપતિ પૂજાનું આયોજન થયું છે. આ ખાસ પૂજા માટે પ્રિયંકા અને નિકનાં પરિવારનાં સભ્યો પહોંચી ગયા છે. સામે આવેલી તસવીરોમાં પૂજામાં સામેલ થવા નિક જોનસ, જૉ જોનસ અને તેની પાર્ટનર સોફી ટર્નર જોવા મળી રહી છે. સૌ પ્રિયંકાનાં ઘરે પહોંચ્યા છે.

નિકનો ભાઈ અને ભાભી પણ જોવા મળ્યા દેશી અંદાજમાં

પ્રિયંકાનાં જેઠ અને જેઠાણી સહિત સૌ ઇન્ડિયન ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ પૂજા રાખવાનું ખાસ કારણ એ પણ છે કે પ્રિયંકાની ભગવાન પ્રત્યે ઘણી જ આસ્થા છે. જીવનનાં આ શુભ અવસર પર બધા જ કામ સારા થાય આ માટે પ્રિયંકા ચોપરાનાં પરિવારે પૂજાનું આયોજન કર્યું છે. લગ્ન પહેલા પ્રિયંકાનાં મુંબઈ સ્થિત ઘરને ખાસ શણગારવામાં આવ્યું છે. સંપૂર્ણ ઘરને લાઇટોથી શણગારવામાં આવ્યું હતુ.

જોધપુરમાં કરશે લગ્ન

મહેમાનોને વિદાય સમયે આ ખાસ ભેટ આપવામાં આવશે. પહેલું રિસેપ્શન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દોસ્તો માટે મુંબઈમાં હશે. તો બીજુ રિસેપ્શન દિલ્લીમાં રાખવામાં આવશે. પ્રિયંકા અને નિકનું હલ્દી ફંક્શન જોધપુરનાં ઉમેદ ભવનમાં છે. પહેલા આ રિવાજ મેહરાનગઢ કિલ્લામાં થશે તેવા સમાચાર હતા.

2 ડિસેમ્બરનાં રોજ કરશે લગ્ન

2 ડિસેમ્બરનાં રોજ ઉમેદ ભવન પેલેસમાં બંનેનાં આલીશાન લગ્ન થશે. લગ્નમાં ફક્ત નજીકનાં દોસ્તો અને સંબંધીઓ સામેલ થશે. આ લગ્નમાં અંદાજે 80 લોકો હાજર રહેશે તેવી સંભાવના છે. લગ્નમાં આવેલા મહેમાનોને પ્રિયંકા અને નિક ખાસ ભેટ પણ આપશે. કપલ મહેમાનોને સ્પેશલ પર્સનલાઇઝ્ડ ચાંદીનાં સિક્કાઓ આપશે. સિક્કાની એક તરફ NP લખવામાં આવ્યું હશે અને બીજી તરફ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની છબી બનાવવામાં આવી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન