Crime against the girl in Surat, Kadodara
  • Home
  • Gujarat
  • ગેરેજ માલિકે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, લોકોએ કરી આગચંપી

ગેરેજ માલિકે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, લોકોએ કરી આગચંપી

 | 7:59 pm IST

સુરત જિલ્લાના કડોદરામાં મદીના મસ્જિદ વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. કડોદરના મદીના મસ્જિદ વિસ્તારની પાસે આવેલા ગેરેજના માલિકે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. બાળકી સાથે દુષ્કર્મ થયાનું બહાર આવતાં કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમોથી ધમધમતાં પલસાણા તાલુકા કડોદરાના મદીના મસ્જિદ વિસ્તારમાં ચકચારી કિસ્સો બનવા પામ્યો છે. 8 વર્ષની બાળકી સાથે ગેરેજના માલિકે દુષ્કર્મ આચર્યું છે.કડોદરના મદીના મસ્જિદ વિસ્તારમાં ગેરેજ ચલાવતા વ્યક્તિએ 8 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું છે.

બાળકી સાથે દુષ્કર્મની ઘટનાની જાણ લોકોને થતા રોષે ભરાયેલા લોકોએ ગેરેજ માલિકના ગેરેજમાં આગ લગાવી દિધી છે. કડોદરા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.તેમજ રોષે ભરાયેલા લોકોએ ગેરેજ માલિકને પોલીસને હવાલે કર્યો છે.પોલીસે ઘટનાસ્થળે જઈને આગ ઓલવવા ફાયર ટીમની મદદ લેવી પડી છે.