ગરવી ગુજરાતણ અને તેની યુનિક સાડી   - Sandesh
NIFTY 10,992.40 -26.50  |  SENSEX 36,508.80 +-32.83  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ગરવી ગુજરાતણ અને તેની યુનિક સાડી  

ગરવી ગુજરાતણ અને તેની યુનિક સાડી  

 | 12:54 am IST

ટ્રેન્ડઃ  મૈત્રી દવે

ભારતીય સ્ત્રીની ફેશનનો પર્યાય એટલે સાડી, આપણી પરંપરા સમી સાડીની ફેશન ક્યારેય જૂની નથી થતી. નો ડાઉટ આજકાલની મહિલાઓ વેસ્ટર્ન એ કમ્ફર્ટ આઉટફીટ્સને વધારે પસંદ કરતી હોય છે, પરંતુ પ્રસંગોપાત અને કોઇ સારા દિવસોમાં હજી આપણી નારીને સાડી પહેરવાનો મોહ જાગે જ છે. અને સાડીનો ક્રેઝ પ્રસંગોમાં ક્યારેય ઓછો કે મોળો નથી જોવા મળ્યો. સ્ત્રીઓ માટે સુંદરતાનો પર્યાય સાડી વર્ષોથી હતી, આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે જ. એમાંય વળી ફિલ્મી હીરોઇનો જ્યારે સુંદર સાડી પહેરીને રેમ્પવોક કરતી તેમજ અનેક એવોર્ડ ફંક્શનમાં પણ ભારતીય પરંપરાને જાળવતી સાડી પહેરીને રૂપેરી પડદે આવે છે ત્યારે મહિલાઓ ખાસ સાડી તરફ આકર્ષાય છે. ઘણાં સમય પહેલાં શાહરૂખ સુસ્મિતાની એક ફિલ્મ મેં હું ના આવી હતી, આ ફિલ્મમાં સુસ્મિતાએ સાડીને ગ્રેસફૂલી કેરી કરીને તે સમયની યુવતીઓને ઘણી પ્રેરણા આપી હતી, તો હાલના સમય વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓ પણ જોવા મળે છે જે ભાગ્યે જ શૂટિંગ સિવાયના સમયમાં સાડી સિવાય બીજા કોઇ ડ્રેસમાં જોવા મળતી હોય છે. સાડી એ વિદ્યાની મોનોપોલી છે. તે તમામ પ્રકારની સાડીને સુંદરતાથી કેરી કરી શકે છે.

વેલ આમ જોવા જઇએ તો સાડીનું છે પણ એવું જ, ઘણી યુવતીઓ શરૂઆતમાં સાડી પહેરતાં ખચકાતી હોય છે, પરંતુ ખરેખર તેને વ્યવસ્થિત પીનઅપ કરવામાં આવે તો સાડીને કેરી કરવી જરાય અઘરી નથી હોતી. તેને તમે કલાકોના કલાકો સુધી આરામથી પહેરી શકો છો. આજે હવે સાડીની વાત નીકળી જ છે તો અત્યારના સમયની થોડી વાત કરી લઇએ. અત્યારના સમયે સાડીનો ટ્રેન્ડ ખાસ્સો જોવા મળે છે. માનુનીઓ પ્રસંગોમાં, પાર્ટીઝમાં કે કોઇ સોશિયલ ફંકશનમાં યુનિક સાડી પહેરવાનું પસંદ કરે છે. હવે જૂની ફેશનની સાડીને પણ યુનિક સ્ટાઇલ અને યુનિક બ્લાઉઝ સાથે પહેરવામાં આવે છે. તો ચાલો જાણી લઇએ તે વિશે થોડું.

મટીરિયલ :

પહેલાંના સમયમાં કોટન મટીરિયલની સાડી વડીલો વધારે પહેરતાં જ્યારે હવેના સમયમાં સાડીને થોડો ડિઝાઇનર લુક આપીને તમે કોટનની સાડીને પણ શાનથી પહેરી શકો છો. અને કોઇપણ ઉંમરની યુવતી આ સાડી પહેરી શકે છે.

સિમ્પલ છતાં ડિસન્ટ

પહેલાંના સમયમાં ખૂબ વર્કવાળી અને ભપકાદાર સાડીનો ક્રેઝ વધારે હતો. જ્યારે હવે તો પ્લેઇન સાડીમાં પણ ડબલ કલરની અથવા તો સાડીના પલ્લુને થોડો આર્ટિસ્ટીક લુક આપવા ત્યાં એથનિક બોર્ડર અથવા ફૂમતા લગાવવામાં આવે તો પણ સુંદર લાગે છે, સાથે સાથે બ્લાઉઝને તો ડિઝાઇનર બનાવવાનું જ હોય છે, ખાસ હવેની ફેશન પ્રમાણે તમે કોઇપણ સાડીમાં બોટનેક બ્લાઉઝ પહેરો એટલે તે સાડીની શોભા આપોઆપ વધી જતી હોય છે, શરત માત્ર એટલી જ તે બોટનેક બ્લાઉઝ કોન્ટ્રાસ કલરનું અથવા પ્રિન્ટેડ કે સાડી પહેર્યાં બાદ પણ ઊડીને આંખે વળગે તેવી ડિઝાઇનનું હોવું જોઇએ.

સાડી સાથે શું

યુનિક સાડી સાથે તમે જ્વેલરી પણ યુનિક જ પસંદ કરી શકો છો, જેમ કે એથનિક નેકલેસ, એથનિક નોઝ રિંગ, લોન્ગ એથનિક ઇયરિંગ્સ, અને લાંબી માળા વગેરે. હવે તો સ્ત્રીઓ પોતાના રેશમી વાળમાં એથનિક હેરક્લીપ પણ ભરાવવાનું પસંદ કરે છે, તે સિવાય યુનિક સાડી સાથે તમે વાળમાં ટગરની વેણી, સાડીને મેચિંગ કલરના ફૂલ તેમજ કપાળમાં મોટી બિંદી લગાવી શકો છો. આ તમામ વસ્તુ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.

યુનિક સાડી :    પહેલાના સમયમાં વર્ક વાળી તેમજ પ્રિન્ટેડ સાડીની ફેશન પુરબહારમાં ચાલતી હતી, ખાસ કરીને પ્રસંગોમાં તો પ્રિન્ટેડ અથવા વર્કવાળી જ સાડી પહેરવામાં આવતી જ્યારે હવે સમય બદલાયો છે, હવેની સ્ત્રીઓ સાડી પહેરવાનો શોખ ધરાવે છે, પરંતુ દરેકની પસંદગી હવેના સમયમાં અલગ છે, હવે સ્ત્રીઓ યુનિક સાડી, યુનિક કલર કોમ્બિનેશન અને યુનિક બ્લાઉઝ સાથે પહેરવાનું પસંદ કરે છે. વળી આ તમામ સાડીઓની પસંદગી માનુનીઓ એટલી ચોક્સાઇથી કરે છે કે તે તમામ ફંક્શનમાં તેમના ઉપર સુંદર લાગી શકે. હવેના સમયમાં પ્લેઇન સાડીને પણ વર્કવાળા કે પ્રિન્ટેડ સુંદર બ્લાઉઝ સાથે પહેરી શકાય છે. તો બ્રાઇટ કલરની સાડીને કોન્ટ્રાસ કલર્ડ બ્લાઉઝ સાથે પહેરવામાં આવે છે.