Garlic will be removed from this thing, including stubborn acne
  • Home
  • Fashion & Beauty
  • લસણ સહિત આ વસ્તુથી દૂર થશે જિદ્દીમાં જિદ્દી ખીલ

લસણ સહિત આ વસ્તુથી દૂર થશે જિદ્દીમાં જિદ્દી ખીલ

 | 5:03 pm IST

ત્વચા પર થતા ખીલથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. તેનું કારણ વધતી ઉંમરની સાથે હોર્મોંસમાં બદલાવ માનવામાં આવે છે. તે સિવાય વધતા પ્રદુષણ કે કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા થઇ શકે છે. જ્યારે તેનાથી જલદી છૂટકારો મેળવવો પણ સહેલું નથી. કેટલાક ઘરેલું અને અસરકારક ઉપાય કરીને જલદી રાહત મેળવી શકો છો.

તજ અને મધ

ખીલ દૂર કરવા માટે તજ અને મધ બેસ્ટ છે. તજ પાઉડર અને મધને મિક્સ કરીને તેને ખીલ પર લગાવો. ત્યાર પછી 10 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો. આ ઉપાય કરવાથી ખીલ દૂર કરવાની સાથે ચહેરો પણ ગ્લો કરી શકે છે.

લસણ

ખીલ દૂર કરવા માટે લસણની બે કળીની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને ખીલ પર લગાવો અને થોડીક વાર પછી તેને પાણીથી ધોઇ લો. આ ઉપાય કરવાથી ખીલની સમસ્યા કાયમ માટે દૂર થશે.

બેકિંગ સોડા

એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. તેને ખીલ પર 5-10 મિનિટ માટે લગાવી રાખો અને તે પછી ચહેરાને પાણીથી બરાબર ધોઇ લો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને ખીલ પર લગાવવાનું છે ત્વચા પર નહીં.

લીમડો

લીમડાના પાનને પીસીસેન તેનો રસ નીકાળી લો. આ રસને ખીલ પર લગાવો. થોડાક દિવસમાં ખીલની સમસ્યાથી રાહત મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન