garud-puran-do-not-this-work-mistakenly-otherwise-it-will-be-very-bad-for-you
  • Home
  • Astrology
  • ગરુડ પુરાણઃ ભૂલથી પણ ન કરતાં આવા કાર્યો નહિં તો થઈ જશો બરબાદ

ગરુડ પુરાણઃ ભૂલથી પણ ન કરતાં આવા કાર્યો નહિં તો થઈ જશો બરબાદ

 | 3:03 pm IST

ગરુડ પુરાણ એ હિંદુ ધર્મ પ્રમાણે કર્મના ફળ વિશે ખુલીને કહેતો ગ્રંથ છે. સનાતન ધર્મ પ્રમાણે ગરુડ પુરાણને મોક્ષ વિશેનો માર્ગ ગણાવ્યો છે. એમાં એવી અદભૂત વાતો જણાવવામાં આવી છે કે જેને જાણવાથી વ્યક્તિને બહુ લાભ થાય છે. એવું નથી કે ગરુડ પુરાણમાં માત્ર નરક વિશેની જ વાતો છે. ગરુડ પુરાણ વાંચવું જોઈએ. સામાન્ય રીતે કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. ગરુડ પુરાણ જણાવે છે કે જીવન અને મોત વિશેની ખાસ વાતો. ગરુડ પુરાણમાં એવી કેટલીક વાતો જણાવવામાં આવી છે કે જો વ્યક્તિ એ ભૂલ જાય તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. ચાલો જાણીએ આવી વાતો વિશે….

ગરુડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય સિવાય ઘણું બધું છે. એમાં જ્ઞાન- વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની વાતો છે. ગરુડ પુરાણમાં એક બાજુ જ્યાં મોતનું રહસ્ય છે તો બીજી બાજુ જીવનનું રહસ્ય પણ છુપાયેલું છે.

ગરુડ પુરાણની હજારો વાતોમાંથી એક વાત એ છે કે જો તમે અમીર, ધનવાન અને સૌભાગ્યશાળી બનવા ઈચ્છતા હોય તો એ જરૂરી છે કે તમે સાફ સુથરા અને સુગંધિત કપડાં પહેરો. ગરુડ પુરાણ અનુસાર એ લોકોનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે જે હમેંશા ગંદા વસ્ત્રો પહેરે છે.

ગરુડ પુરાણ વિશે કહેવાય છે કે જે લોકો ધન અને તમામ સુખ સુવિધાઓથી સંપન્ન હોય છે પણ ગંદા કપડાં પહેરે છે તેનું ધન ધીરે ધીરે નષ્ટ થાય છે. તેથી હમેંશા સાફ અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ. જેથી આપણી ઉપર મહાલક્ષ્મીની કૃપા રહે.

ગરુડ પુરાણ અનુસાર મનને કાબુમાં રાખો, ભૂલથી પણ ચોરી, વ્યભિચાર, પરસ્ત્રી ગમન, છેતરપિંડી અને કોઈનું હડપ કરી જવાથી અતિ દુષ્કર ફળ ભોગવવું પડે છે. માનવી મૃત્યુ પર્યંત નરકમાં જાય છે. વૈતરણાં નદીમાં ડૂબકા ખાવા પડે છે. જે અતિ ગંદકીથી ભરેલી હોય છે. આત્માને અતિ કષ્ટો ભોગવવા પડે છે. વ્યક્તિને અનેક જન્મો સુધી ધનનું સુખ મળતું નથી.