Gary Stead Talking About His Team After Defeat Against ENG In Final
  • Home
  • Sports
  • Cricket
  • હાર બાદ આવો હતો ન્યૂઝીલેન્ડની ટીમનો માહોલ, ખુદ કૉચે દુ:ખી હ્રદયે કહી ભાવુક વાત

હાર બાદ આવો હતો ન્યૂઝીલેન્ડની ટીમનો માહોલ, ખુદ કૉચે દુ:ખી હ્રદયે કહી ભાવુક વાત

 | 4:31 pm IST

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને મળેલી જીત બાદ આઈસીસીનાં નિયમો એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. 50 ઑવર બાદ આ મેચ ટાઈ થઇ ગઈ હતી, ત્યારબાદ સુપર ઑવર કરવામાં આવી હતી. સુપર ઑવરમાં પણ બંને ટીમોનો સ્કોર ટાઇ રહ્યો. જો કે વધારે બાઉન્ડ્રી લગાવવાનાં કારણે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું.

અંદરથી ખોખલા થઈ ગયા હોય તેવું અનુભવી રહ્યા છે ખેલાડીઓ

ન્યૂઝીલેન્ડનનાં કોચ ગૈરી સ્ટીડે આઈસીસી વિશ્વ કપ નિયમોની સમીક્ષા કરવાની માંગ કરવાનું કહેતા કહ્યું કે ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડનાં ખેલાડીઓ અંદરથી ખોખલા થઇ ગયા હોય તેવું અનુભવી રહ્યા છે. 50-50 ઑવરની મેચ ટાઈ થતા અને સુપર ઑવર પણ બરાબરી પર રહેતા ચોગ્ગાઓનાં આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતુ.

કોઈએ નહીં વિચાર્યું હોય કે વર્લ્ડ કપની ફાઇનલમાં આવું થશે

સ્ટીડે કહ્યું કે, “ઘણો ખોખલો હોઉં તેવું અનુભવી રહ્યો છું, કેમકે 100 ઑવર બાદ પણ સ્કોર બરાબર રહ્યા બાદ પણ તમે હારી ગયા, પરંતુ આ રમતની જટિલતા છે.” તેમણે કહ્યું કે, “મને વિશ્વાસ છે કે જ્યારે નિયમ લખવામાં આવી રહ્યા હશે ત્યારે કોઇએ નહીં વિચાર્યું હોય કે વિશ્વ કપની ફાઇનલમાં આવુ થશે.” તેમણે કહ્યું, “આની જરૂર સમીક્ષા થશે અને તેઓ ઘણી રીતો શોધશે.” કૉચે આ વાતને ફગાવી દીધી કે બેન સ્ટૉક્સનાં બેટને અડીને ગયેલા ઑવર થ્રો પર ઇંગ્લેન્ડને વધારાનો રન આપવામાં આવ્યો. પૂર્વ અમ્પાયર સાયમન ટફેલે કહ્યું હતુ કે બેટ્સમેનોએ પાંચ રન જ બનાવવાની જરૂર હતી.

સ્ટીડે કહ્યું કે, “મને એ વિશે નથી ખબર, પરંતુ અમ્પાયર અંતમાં નિર્ણય લેવા માટે જ છે. તે દરેક ખેલાડીઓની જેમ માણસ છે અને ઘણીવાર ભૂલો થઇ જાય છે. આ રમતનો માનવીય ભાગ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન