Gas Blast Horror Hits in Street of US
  • Home
  • Featured
  • અમેરિકાના 39 ઘરોમાં રહસ્યમય વિસ્ફોટ થતાં વિકરાળ આગ, લોકોમાં ડરનો માહોલ

અમેરિકાના 39 ઘરોમાં રહસ્યમય વિસ્ફોટ થતાં વિકરાળ આગ, લોકોમાં ડરનો માહોલ

 | 10:39 am IST

અમેરિકાના મેસાચુસેટ્સમાં કેટલીય જગ્યાએ ધડાધડ વિસ્ટોફ થતાં લોકો ભયભીત થઇ ગયા છે. કહેવાય છે કે લગભગ 39 બિલ્ડિંગમાં ગેસ વિસ્ફોટ થતાં ઘરોને જબરદસ્ત નુકસાન પહોંચ્યું છે. એક 18 વર્ષના છોકરાનું મોત નીપજયું છે જ્યારે 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. લોરેન્સમાં લિઓનેલ રોંડન નામના 18 વર્ષના કિશોરનું વિસ્ફોટ થતાં મોત થયું. તેને બોસ્ટન હોસ્ટિપલમાં ખસેડાયો હતો ત્યાં તેને મૃત જાહેર કરાયો.

આ ગોઝારી ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ શરૂ થઇ હતી, જ્યારે લોરેન્સ, એંડોવર, અને નોર્થ એંડોવર ટાઉનની બિલ્ડિંગોમાં કેટલાંય વિસ્ફોટ થયા. વિસ્ફોટનું કારણ ખબર પડી શકી નથી. તપાસકર્તાને હજુ પણ ખબર પડી નથી કે હકીકતમાં શું થયું છે.

મેસાચુસેટ્સ સ્ટેટ પોલીસે કહ્યું કે કમ સે કમ 23 વિસ્ફોટ થાય છે, જે વિભિન્ન બિલ્ડિંગ્સ અને ઘરોમાં થયા છે. જો કે સ્થાનિક મીડિયાએ કહ્યું કે મોટાભાગના વિસ્ફોટ આસપાસના વિસ્તારોમાં થયા છે. સુરક્ષાબળોએ સ્થાનિક રેહવાસીઓને ગેસની દુર્ગંધ આવવા કે આગ પકડવાની શંકા હોવા પર તરત ઘરોને ખાલી કરવાનો આગ્રહ કર્યો છે.