ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સની અંદર સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, જુઓ VIDEO - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સની અંદર સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, જુઓ VIDEO

ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સની અંદર સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, જુઓ VIDEO

 | 6:38 pm IST

મોટા વરાછા વિસ્તારમાં આજે બપોરના સમયે એક નવી નકોર એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોટા ધડાકા સાથે આખી વેનના ફૂરચા ઊડી ગયા હતા. મોટા વરાછા મહાદેવ ચોકની પાસે આવેલી મારુતિનંદન સોસાયટી ખાતેના ફાયર સ્ટેશનની બાજુમાં પાર્ક કરાયેલી એમ્બ્યુલન્સમાં એકાએક લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. જો કે, આ સમયે એમ્બ્યુલન્સમાં કોઈ હતું નહીં પરંતુ વિસ્ફોટ એટલો મોટો હતો કે તેના કારણે આખા ટેમ્પો ટ્રાવેલર્સના ફૂરચા ઊડી ગયા હતા અને તેના પતરાં આસપાસ ફંગોળાયા હતા.

જે પૈકી એમ્બ્યુલન્સની છતનો હિસ્સો સામેની તરફના મકાનમાં ઘૂસી જતાં ત્યાં રહેતા ચારના પતરાંને કારણે હાથ પગમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં વિજય ખીમજીભાઈ (ઉ.વ. ૩૫), દિનાબેન (ઉ.વ. ૩૫) તેમના બે બાળકો જહાન્વી (ઉ.વ. ૬) અને લક્ષ વિજયભાઈ (ઉ.વ. ૩)ને ઈજાઓ પહોંચી હતી. ગંભીર બાબત તો એ છે કે, વિસ્ફોટની ઘટના બાદ ૧૦૮ની એમ્બ્યુલન્સ મોડી આવતા આ ચારેયને અંગત વાહનોમાં ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.

જ્યારે વિસ્ફોટને કારણે ઉડેલા ફૂરચાએ બાજુમાં આવેલી એક લાકડાંની દુકાન, એક મોટર કાર અને એક સ્કૂટરમાં પણ આગ ફેલાવી દીધી હતી. જો કે, ફાયર સ્ટેશનની પાસે જ ઘટના બની હોય ફાયર ઓફિસર સાળુંકે અને તેમના સ્ટાફે તુરંત પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા દોડધામ કરી હતી અને આસપાસના વિસ્તારોમાં લાગેલી આગને કાબૂમાં કરી હતી. જો કે, આ કામગીરી અડધો કલાક સુધી ચાલી હતી અને ત્યાર બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ ખાનગી ર્કાિડયાર્ક એમ્બ્યુલન્સના માલિકનું નામ સંદિપ સાવલિયા હોવાનું બહાર આવ્યું છે. ફાયર સૂત્રોના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ નવી જ હોય તેને મોડિફાય કરતી વેળા સંભવતઃ લીકેજ રહી જવાને કારણે વિસ્ફોટ થવાની શકયતા વધારે છે. હાલમાં તો ઈજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.