Gate No. 3 of the Motorra Stadium falls down video viral
  • Home
  • Featured
  • VIDEO: જાનની ગાડીમાં લગ્ન પહેલાં જ પંચર! ટ્રમ્પ જ્યાંથી પસાર થવાના હતા એ જ ગેટ ધડામ થયો

VIDEO: જાનની ગાડીમાં લગ્ન પહેલાં જ પંચર! ટ્રમ્પ જ્યાંથી પસાર થવાના હતા એ જ ગેટ ધડામ થયો

 | 10:44 am IST

આખું અમદાવાદ હાલમાં દુલ્હનની જેમ શણગાર પામવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે આપણી સંવેદનશીલ ગુજરાત સરકારને રસ્તા વિશે ચિંતા થઈ અને મહાન કામ આદર્યું છે. લગભગ બધી તૈયારીઓ પુરી થઈ ગઈ છે. રાજ્યના ઠેર ઠેર વિસ્તારોમાંથી પોલીસને બોલાવી લીધી અને ખડેપગે કરી દીધી છે. હા એ વાત અલગ છે કે, પોલીસ કર્મીઓને ખાવાના પણ ફાંફાં છે એવુ સરસ આયોજન સરકારે કર્યું છે.

પરંતુ એ વચ્ચે જ આજે ખરાબ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા એક દુર્ઘટના ઘટી છે. મોટેરા સ્ટેડિયમનો ગેટ નં. 3 પડી ગયો અને મેદાનમાં દોડધામ મચી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગેટ નંબર 3 પરથી પસાર થાવાના છે. ગેટ નંબર 3 પરથી VVIPની એન્ટ્રી પણ થવાની છે. જો કે આ આખી દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને હાલમાં એનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જ્યાંથી ટ્રમ્પ પસાર થશે તે ગેટ નંબર 3 નીચે પડ્યો હતો. VVIP અને ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બે લોકપ્રિય નેતા આવતીલે અહીંયાથી પસાર થવાના છે. VVIPની એન્ટ્રી પણ ગેટ નંબર 3 પર થવાની છે. ઘટના બનતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન