gate of death of auschwitz concentration camp operated by nazi germany
  • Home
  • Featured
  • PHOTOS: આ છે ખોફનાક મોતનો દરવાજો, લાખો લોકોને તડપાવી તડપાવીને પતાવી દીધા’તા

PHOTOS: આ છે ખોફનાક મોતનો દરવાજો, લાખો લોકોને તડપાવી તડપાવીને પતાવી દીધા’તા

 | 7:48 am IST

જો તમે ઇતિહાસ વાંચ્યો હશે તો હિટલરને જરૂર ઓળખતા હશો. તે જ હિટલર જે જર્મનીનો ભયાનક તાનાશાહ અને યહૂદીઓનો કટ્ટર દુશ્મન હતો. એવું કહેવામાં આવે છે કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડમાં હિટલરની સેનાએ નાઝી એકાગ્રતા શિબિરોમાં લગભગ એક મિલિયન લોકોનો એમાં પણ મોટાભાગના યહૂદીઓનો જીવ લીધો હતો.

આ નાઝી એકાગ્રતા શિબિર પોલેન્ડમાં છે, જેને ‘ઓસ્ત્વિઝ કેમ્પ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ઓસ્ત્વિઝ કેમ્પ’ની બહાર લોઢાનો મોટો દરવાજો છે જેને ‘મૃત્યુનો દરવાજો’ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, મોટી સંખ્યામાં યહૂદી લોકોને ઘેટા બકરાંની જેમ ટ્રેનમાં લાવવામાં આવતા અને તે જ દરવાજામા અંદર લાવી એવો એવો ત્રાસ આપવામાં આવતો કે જેની તમે કલપ્ના પણ ન કરી શકો.

‘ઓસ્ત્વિઝ કેમ્પ’ એવું જ એક સ્થળ હતું અને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે ત્યાંથી છટકવું અશક્ય હતું. એવું કહેવામાં આવે છે કે, શિબિરની અંદર યહૂદીઓ, રાજકીય વિરોધીઓ અને સમલૈંગિકોને કામ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વૃદ્ધ અને માંદા લોકો છાવણીની અંદર ગેસ ચેમ્બરમાં મૂકીને તેમને જીવતા સળગાવી દેવાયા હતા. એવું કહેવામાં આવે છે કે, આવા લાખો લોકોને આ ગેસ ચેમ્બરમાં મૂકીને મરાયા હતા.

‘ઓસ્ત્વિઝ કેમ્પ’ના પરિસરમાં એક દિવાલ છે જેને ‘મૃત્યુની દિવાલ’ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, બરફની વચ્ચે ઉભા રાખીને લોકોને ગોળી મારવામાં આવતી હતી. આવા હજારો લોકોને નાઝીઓએ મારી નાખ્યા હતા. 1947માં નાઝી એકાગ્રતા શિબિરને પોલેન્ડની સંસદ દ્વારા સરકારી સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યું. એવું કહેવામાં આવે છે કે, સંગ્રહાલયની અંદર લગભગ બે ટન વાળ રાખવામાં આવ્યા છે. નાઝીઓ મરતા પહેલા યહૂદીઓ અને અન્ય લોકોના વાળ કાપી નાખતા હતા, જેથી તેમાંથી કપડાં બનાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન