બિલ ગેટ્સના ખર્ચે કેમ્બ્રિજમાં ભણશે આ ભારતીયો - Sandesh
  • Home
  • NRI
  • બિલ ગેટ્સના ખર્ચે કેમ્બ્રિજમાં ભણશે આ ભારતીયો

બિલ ગેટ્સના ખર્ચે કેમ્બ્રિજમાં ભણશે આ ભારતીયો

 | 6:01 pm IST

બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની પ્રતિષ્ઠિત ગેટ્સ કેમ્બ્રિજ સ્કોલરશિપ માટે બે મહિલા સહિત છ ભારતીય અમેરિકાની પસંદગી થઈ છે. બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વભરના તેજસ્વી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે 21 કરોડ ડોલરની શિષ્યવૃતિ પૂરી પાડે છે.
આ માટે કુલ 35 વિદ્યાર્થીઓની પંસદગી થઈ છે. આમાં છ ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. બાકી દેશોના લોકોની નામની જાહેરાત એપ્રિલમાં કરાશે.
પસંદગી પામેલા ભારતીય અમેરિકાનોના નામ નીલ દવે, આર્યન મંડલ, પ્રણય નાડેલા, વૈતિશ વેલાજાહન, કામ્યા વારાગુર અને મોનિક કુલ્લર છે. લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ ભાવિ હસ્તીઓનું વૈશ્વિક નેટવર્ક તૈયાર કરવાનો આ શિષ્યવૃત્તિનો આશય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન