આ રીતે ઘરે બનાવો ગાંઠીયા, બનશે એકદમ સોફ્ટ - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો ગાંઠીયા, બનશે એકદમ સોફ્ટ

આ રીતે ઘરે બનાવો ગાંઠીયા, બનશે એકદમ સોફ્ટ

 | 8:37 pm IST

સામગ્રી
25 ગ્રામ સાજીખાર
500 ગ્રામ ચણાનો લોટ (બેસન)
100 ગ્રામ તેલ મોણ માટે
1 ટીસ્પૂન મીઠું
થોડો અજમો
તળવા માટે તેલ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ આશરે ત્રણ કપ પાણીમાં સાજીખાર નાંખી ઉકાળવું.
  • ત્યારબાદ બે કપ પાણી રહે એટલે ઉતારી, ઠરવા દેવું.
  • ચણાના લોટમાં મીઠું, અધકચરો ખાંડેલો અજમો અને તેલનું મોણ નાંખવું.
  • પછી સાજીખારનું નીતર્યું પાણી લઈ કઠણ લોટ બાંધવો.
  • હવે ગાંઠિયાના મોટા કાણાના ઝારાથી ગાંઠિયા પાડી, તેલમાં તળી લેવા.