Gauahar Khan dance in excitement first holiday with husband
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગૌહર ખાન પતિ સાથે નીકળી ફરવા, ખુશીથી ફૂલી ન સમાતા કરવા લાગી ડાન્સ, Video

ગૌહર ખાન પતિ સાથે નીકળી ફરવા, ખુશીથી ફૂલી ન સમાતા કરવા લાગી ડાન્સ, Video

 | 8:12 am IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન (Gauahar Khan) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ગયા મહિને ઝૈદ દરબાર (Zaid Darbar) સાથે શાદી કરી હતી. હવે તે પહેલીવાર પોતાના પતિ સાથે રજા પર જઇ રહી છે, ગૌહર ખાન ખૂબ જ ખુશ લાગે છે.

આ ખુશીને વ્યક્ત કરતા ગૌહર ખાન નાચવા લાગી હતી. એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મસ્તીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ગૌહર ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધી 24 હજારથી વધુ વખત લાઇક કરવામાં આવ્યો છે.

ગૌહર ખાને આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે, “જ્યારે હું ફરવા જાઉં છું ત્યારે ખૂબ ખુશ થઈ જાઉં છું. આ મારા પતિ સાથેની પહેલી રજા છે. ગૌહર ખાન વીડિયોમાં દોસ્તાનાના ગીત પર મસ્તીમાં નાચતી જોવા મળી હતી. વીડિયો જોઈને એમ કહી શકાય કે ગૌહર ખાન તેના પતિ સાથે રજાઓ પર જવાથી ખૂબ જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન