PHOTOS: અભિનેત્રી ગૌહર ખાને જાહેર કરી લગ્નની તારીખ, આ તહેવારે ઝૈદ દરબાર સાથે સાત ફેરા ફરશે
અભિનેત્રી ગૌહર ખાન 25 ડિસેમ્બરે નાતાલના દિવસે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેએ તેમની સુંદર તસવીરો શેર કરી છે અને સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તારીખની જાહેરાત કરી છે. કોરોના સમયગાળામાં કરવામાં આવી રહેલા આ લગ્નમાં ખૂબ જ મર્યાદિત સંખ્યામાં લોકો હશે. જેમાં બંને પરિવારોના મુખ્ય લોકો અને કેટલાક નજીકના મિત્રો હશે.
ગૌહરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરોમાં તે લાલ અને ગોલ્ડન કલરના ડિઝાઇનર લહેંગામાં જોવા મળી રહી છે. ઝૈદે કુર્તા પાયજામા પહેર્યો છે. તેમજ સાથે તેણે એક સુંદર હાફ જેકેટ પહેર્યું છે. હાલમાં આ ફોટોઝ ખુબ વાયલ થઈ રહ્યા છે અને ફેન્સ તેમને લગ્ન માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તો જુઓ આ તસવીરો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન