આ અભિનેત્રી પોતાનાથી 12 વર્ષ નાના છોકરાને કરી રહી છે ડેટ, Pics થયા વાયરલ
બિગ બોસ 7 ની વિજેતા ગૌહર ખાનની લવ લાઈફ વિશે એક નવું અપડેટ બહાર આવ્યું છે. એવી ખબર છે કે ગૌહર ખાનના જીવનમાં એક નવી વ્યક્તિની એન્ટ્રી થઇ છે. તે મ્યુઝિક કંપોજર ઇસ્માઇલ દરબારના પુત્ર જૈદને ડેટ કરી રહી છે. ગૌહર ખાન જૈદને ગુપ્ત રીતે ડેટ કરી રહી છે. બંને એક સાથે ઘણો સમય વિતાવી રહ્યા છે. જૈદ ગૌહર કરતા 12 વર્ષ નાનો છે.
જોકે, આ સંબંધને બંને દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર જૈદ અને ગૌહરની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. જ્યારે હાલમાંજ જૈદ સાથે ગૌહરનો ડાન્સ વીડિયો પણ સામે આવ્યો હતો. તે ચોક્કસ છે કે બંને સારા બોન્ડ્સ શેર છે. પરંતુ તે રિલેશનમાં હોવાની ખબર કેટલી સાચી છે તે હાલ પુષ્ટિ થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન