NIFTY 9,551.85 -23.10  |  SENSEX 31,114.76 +-23.45  |  USD 64.4500 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કુશાલ ટંડન અને ગૌહર ખાનના સંબંધો પુરા નથી થઈ ગયા

કુશાલ ટંડન અને ગૌહર ખાનના સંબંધો પુરા નથી થઈ ગયા

 | 2:26 am IST

અભિનેત્રિ ગૌહરખાન અને કુશાલ ટંડન બંને બિગબોસની સીઝન ૮ના હરીફ હતા. અને એ સીઝન કુશાલ તથા ગૌહરના પ્રેમ સંબંધોને કારણે જ ચર્ચામાં રહી હતી. એમાં બંનેને એકબીજા સાથે સાચો પ્રેમ થઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ગૌહર માટે એક ટાસ્કના ભાગરૂપે કુશાલે બિગ બોસ હાઉસમાં મહેમાન તરીકે લાવવામાં આવેલા કૂતરાનું બોટેલું પાણી પણ પી લીધું હતું. કુશાલના પરિવારના સદસ્યો આ સંબંધને મંજુરીની મહોર લગાવી ચૂક્યા હોવાની વાતો પણ જોરશોરથી થઈ હતી.

પરંતુ ગૌહર ખાન વિજેતા જાહેર થઈ અને બિગ બોસ સીઝન ૮ પૂરી થઈ ગઈ એ પછી કુશાલ અને ગૌહર વચ્ચેના સબંધોની ગાડી આગળ વધી હોવાના કોઈ સમાચાર મળ્યા નથી. આખરે એવા સમાચાર આવ્યા હતા કે બંનેનો સંબંધો માત્ર બિગ બોસ હાઉસ પુરતા જ હતા. બહાર આવીને બંને એકબીજાને મળતા પણ નથી. કુશાલનો સ્વભાવ ગૌહરને હવે પસંદ નથી આવતો…! ગૌહરનો સ્વભાવ કુશાલના પરિવારને પસંદ નથી વગેરે વગેરે વાતો ચાલતી રહી. પછી બંનેનું નામ ખોવાઈ ગયું હતું.

બંનેનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. અને ચર્ચા એમની વચ્ચે કોઈ ઝઘડો થવાની નથી. બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરતા રહે છે. એ માટે એમની વચ્ચે વારંવાર મીઠી મધુરી વાતો પણ થઈ જાય છે. તાજેતરમાં કુશાલ ટંડને ગૌહર ખાનનો ટાઈમ મેગેઝીન માટે ક્લિક કરવામાં આવેલો એક ખુબ જ હોટ ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. ગૌહરે એને લાઈક કર્યો છે અને તેને કારણે બંને ફરીથી ચર્ચામાં આવી ગયા છે.