Gujarat Foundation Day Government to Be Given Gujarat Gaurav Ratna Award of 60 Gujaratis
  • Home
  • Ahmedabad
  • આજે રાજ્યના સ્થાપના દિવસે રાજ્યના આ 60 શ્રેષ્ઠીઓને મળશે ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’

આજે રાજ્યના સ્થાપના દિવસે રાજ્યના આ 60 શ્રેષ્ઠીઓને મળશે ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’

 | 1:13 pm IST

આજે 1લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપનાકાળને 60 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને વિશ્વભરમાં ખ્યાતના અપાવનાર વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતમ યોગદાન આપનાર 60 મહાનુભાવોને ‘ગુજરાત ગૌરવ રત્ન’ એવોર્ડ એનાયત થશે.

‘ડો. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન’, ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સલ ઓફ કેનેડા’ તથા ‘ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એ’ના સંયુક્ત ઉપક્રમે 1લી મેના રોજ અમદાવાદ શહેરના છસ્છ ખાતે આ શ્રેષ્ઠીઓને એવોર્ડ એનાયત કરી બહુમાન કરાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બિહાર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમર્બિત ડૉ. જે.એન.ભટ્ટ અને ગુજરાતના પોલીસ મહાનિદેશક શિવાનંદ જહા, દ્વારકેશલાલજી મહારાજ તથા કર્નલ કિરીટ જોષીપુરાના હસ્તે એવોર્ડ એનાયત થશે.

આ અંગે શૈલેષ ઠાકરે જણાવ્યુ હતુ કે, ગુજરાત પ્રાચિન કાળથી વેપાર-વણજ-દાન-સરવાણી અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતમ પુરવાર કરતું રાજ્ય છે. અમારા ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠીઓને ‘ગુજરાત ગૌરવ રત્ન’ એવોર્ડથી નવાજવાનું નક્કી કરાયું છે. જે ગુજરાત સ્થાપના દિને એવોર્ડ એનાયત થશે.

60 શ્રેષ્ઠીઓને મળશે ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ
કેડીલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ, ફિલ્મ નાટકના કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયા, ગઝલકાર મનહર ઉધાસ, નૃત્યકાર કુમુદીની લાખીયા, સાઈરામ દવે, ટીવી કલાકાર નેહા મહેતા, યુવા ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાય, ડૉ.તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી.ઉકાણી, ડૉ.સુધિર શાહ, ચેતન તપાડીયા, ડૉ.બી.વી.દોશી, હેમુ ગાંધી, ડૉ.અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, નારાયણભાઈ કણજરીયા, ડૉ.રૂપેશ વસાણી, રત્ના આલા, મુખ્તાર શાહ, ડૉ.રાજીવ શાહ, ડૉ.અલ્કા બેંકર, ડૉ.મનીષ બેંકર, શરદ ખાંડેકર, સુધિર ખાંડેકર, ગેનાભાઈ પટેલ, મુક્તા પી.ડગલી

આ ઉપરાંત ડૉ. તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી. ઉકાણી, ડૉ. સુધિર શાહ, ચેતન તપાડીઆ, ડૉ. બી.વી.દોશી, હેમુ ગાંધી, ડૉ. અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, ડૉ. વિષ્ણુ પંડ્યા, નારાયણભાઇ કણજરીયા, શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, ડૉ. રૂપેશ વસાણી, રત્ના આલા, ગુરુજી જી. નારાયણા, જીતેન્દ્રસિંગ ચૌહાણ, સંજય ઓઝા, મુખ્તાર શાહ, અરવિંદ વેગડા, બંકિમ પાઠક, પ્રફુલ દવે, ભાગવદ રૂષિ, કવિ રાજેન્દ્ર શુક્લ, યોગેશ ભાવસાર, એન.કે.પટેલ, ગીરીશ દાણી, અનુષ્કા પરીખ, ડૉ. રાજીવ શાહ, ડૉ. અલ્કા બેંકર, ડૉ. મનીષ બેંકર, શરદ ખાંડેકર, સુધિર ખાંડેકર, ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, ડૉ. ઉર્મન ધ્રુવ, યજ્ઞેશ પંડ્યા, ડૉ. રાજેન્દ્ર શાહ, સુરેશ પટેલ, આશિષ શેઠ, ઉમંગ ઠક્કર, રાજ મોહન મોદી, યોગેશ હીંગોરાની, ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રી, ગેનાભાઇ પટેલ, મુક્તા પી. ડગલી, જોરાવરસિંહ ડી. જાદવ, કનુભાઇ ટેલર, ડૉ. રઘુવીર ચૌધરી, યુસુફ કાપડિયા, દેવેન્દ્ર પટેલ, ડૉ. પ્રવિણ દરજી, હરીશ ભીમાણી, માધવ રામાનુજ, રજની જી. પટેલને ‘ગુજરાત ગૌરવ રત્ન’ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન