ભાજપની ગૌરવયાત્રા કચ્છ પહોંચી, કોંગ્રેસે કર્યા વેધક સવાલો - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભાજપની ગૌરવયાત્રા કચ્છ પહોંચી, કોંગ્રેસે કર્યા વેધક સવાલો

ભાજપની ગૌરવયાત્રા કચ્છ પહોંચી, કોંગ્રેસે કર્યા વેધક સવાલો

 | 3:04 pm IST

ભાજપની ગૌરવ યાત્રા શુક્રવારે કચ્છ આવી પહોચી છે. એકબાજુ ભાજપ કરેલા વિકાસ કામો લઈને ગૌરવયાત્રા યોજી ગૌરવ લઇ રહી છે.બીજી બાજુ કોંગ્રેસ શેનું ગૌરવ ?? તેવા સવાલો કરી ભાજપની ગૌરવયાત્રા સામે સવાલો ઉઠાવ્યા છે. ભુજ શહેરમાં દીવાલો ઉપર યુથ કોંગ્રેસ દ્વારા ગૌરવયાત્રા વિરુધ લખાણો લખવામાં આવ્યા છે. કચ્છ ભાજપ શેનું ગૌરવ લઇ રહી છે તેવા લખાણો લખવામાં આવ્યા છે. નલિયાકાંડનું ગૌરવ ?? સિવિલ હોસ્પિટલ અદાણી આપી દેવામાં આવી એનું ગૌરવ ?? કચ્છના યુવાકો બેરોજગાર એનું ગૌરવ? કચ્છ શિક્ષણ કથળી રહ્યું છે એનું ગૌરવ ?? જેવા લખાણો દીવાલો પર લખવામાં આવ્યા છે.

કચ્છમાં ગૌરવ યાત્રાને લઈને રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. બંને પક્ષો એકબીજાની સામસામે આવી ગયા હોત તેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે. બંને એકબીજા પ્રત્યે આરોપ-પ્રતિઆરોપ કરી રહી છે.