Gauri Khan Reveals She Designed Hubby Shah Rukh Khan’s Epic Look
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ-કાજોલનો એ ફોટો હજુ ગૌરીખાને સાચવી રાખ્યો, હવે અપલોડ કરીને ખુલાસો કર્યો કે…

શાહરૂખ-કાજોલનો એ ફોટો હજુ ગૌરીખાને સાચવી રાખ્યો, હવે અપલોડ કરીને ખુલાસો કર્યો કે…

 | 1:05 pm IST

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ટ્વિટર પર એક મોટો ખુલાસો કર્યો છે. ગૌરીએ બાઝીગર ફિલ્મની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં શાહરૂખ ખાન અને કાજોલ એકસાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર પોસ્ટ કરીને ગૌરી ખાને ખુલાસો કર્યો છે કે તેણે ફિલ્મનાં સોન્ગમાં શાહરૂખ ખાને જે કપડાં પહેર્યા છે તે ડિઝાઇન કર્યા હતાં. આ વાત પછી બધા ચોંકી ગયા.

‘બાઝીગર’ ફિલ્મમાં શાહરૂખ અને કાજોલનું ગીત ‘યે કાલી કાલી આંખે…’માં શાહરૂખ ખાનનો જે લૂક હતો એ આખો ગૌરીએ ડિઝાઇન કર્યો હતો. આ તસવીર શેર કરતાં ગૌરીએ લખ્યું હતું કે, ‘મને પોતાને વિશ્વાસ નથી થતો કે, 90નાં દાયકામાં આ લૂક મે ડિઝાઇન કર્યો હતો. તે જીન્સ, લેગ વોર્મર ટી, બુલેટ બેલ્ટ અને લાલ શર્ટ. #Gaurikhandesigns એ એક લાંબો સફર અજમાવ્યો છે. મેજર થ્રોબેક’

ઉલ્લેખનીય છે કે ‘બાજીગર’ની આ ફિલ્મ 90નાં દાયકાની સુપરહિટ ફિલ્મ હતી. તે સમયે શાહરૂખ ખાનનું આ પેન્ટ ફેશન ટ્રેન્ડ બન્યું હતું. ઘણાં યંગસ્ટર્સ તે સમયે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો લૂક કોપી કરતાં હતાં. અબ્બાસ મસ્તાન દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં શાહરૂખ ખાન નેગેટિવ રોલમાં નજર આવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: નર્મદામાં પાણીના પ્રવાહમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન