Gautam Adani richest man in Asia, beating Mukesh Ambani
  • Home
  • Business
  • મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી એશિયાના સૌથી શ્રીમંત

મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી એશિયાના સૌથી શ્રીમંત

 | 7:00 am IST
  • Share

  • માર્કેટ કેપના આધારે ગૌતમ અદાણી આગળ નીકળી ગયા

  • અદાણીની સંપત્તિ વાર્ષિક ધોરણે 55 અબજ ડોલર વધી

  • જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ માત્ર 14.3 અબજ ડોલર જ વધી શકી

શેર બજારના માર્કેટ કેપના આધારે અદાણી જૂથના ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયા છે. અદાણી જૂથનું માર્કેટ કેપ રિલાયન્સ કરતાં વધી ગયું છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ મુજબ અદાણીની સંપત્તિ 88.8 અબજ ડોલર હતી. અદાણીએ તેમની સંપત્તિમાં વાર્ષિક ધોરણે 55 અબજ ડોલરનો વધારો કર્યો છે. જ્યારે અંબાણીની સંપત્તિ 14.3 અબજ ડોલર વધી છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15 લાખ કરોડનું છે, જ્યારે અદાણી જૂથનું માર્કેટ કેપ 10 લાખ કરોડથી ઉપર ગયું છે. મંગળવારના બંધ ભાવના આધારે અને અદાણી જૂથમાં પ્રમોટરનો હિસ્સો વધુ હોવાથી અદાણીએ અંબાણીને પછાડયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સાઉદી ઓઈલ કંપની અરામ્કો સાથેનો સોદો રદ થયા પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ભાવ સતત ઘટતા ગયા છે. હાલમાં રિલાયન્સનો ભાવ 1.07 ટકા ઘટીને 2360ના સ્તરે ચાલી રહ્યો છે, જ્યારે અદાણી જૂથની તમામ કંપનીઓના શેરના ભાવ સતત વધી રહ્યા છે. અદાણીએ તેમની સાતમી કંપનીનો ઈસ્યૂ લાવવા પણ મંજૂરી માગી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો