Gautam Adani woos Amazon and Google with Indian data hubs
  • Home
  • Business
  • અમદાવાદી બિઝનેસમેન ગૌતમ અદાણી કરશે કંઈક આવું, Google, Amazonને આપશે સર્વિસ

અમદાવાદી બિઝનેસમેન ગૌતમ અદાણી કરશે કંઈક આવું, Google, Amazonને આપશે સર્વિસ

 | 4:52 pm IST

માઈનિંગ અને કોમોડિટીમાં સફળ બિઝનેસ મેન ગૌતમ અદાણીની નેટ વર્થ અંદાજે ૧૦ બિલિયન ડોલર થઈ છે. આ ભારતીય બિઝનેસ મેન મની મેકર બની રહ્યા છે. ગૌતમ અદાણી ભારતમાં હવે સ્ટોરેજ સર્વિસના બિઝનેસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમની કંપની અમેઝોન અને ગૂગલને ડેટા સ્ટોરેજ સર્વિસ ઉપલબ્ધ કરાવશે.

મહત્વનું છે કે, ભારત સરકાર ડેટાની સ્ટોરેજ સ્થાનિક કરવાના નિયમને કડક બનાવી રહી છે, જેના કારણે હવે વિદેશી કંપનીઓને ડેટા સ્ટોરેજ ભારતમાં કરવુ પડશે. તેથી ગૌતમ અદાણી ડેટા સ્ટોરેજ કંપની સ્થાપવાની યોજના ધરાવે છે. સાઉથના રાજ્યમાં ગૌતમ અદાણી આગામી બે દાયકામાં ડેટા સ્ટોરેજ કંપની પાછળ ૧૦.ર બિલિયન ડોલર રોકાણ કરવાની યોજના ધરાવે છે.

ગૌતમ અદાણીએ જણાવ્યુ હતુ કે, હાલ દેશમાં ડેટા સ્ટોરેજની ખુબજ જરૂર છે. તે ઉપરાંત ગૂગલ અને અમેઝોન જેવી કંપનીઓ મલ્ટિ બિલિયન ડોલરના પ્રોજેક્ટ સ્થાપવાનું વિચારી રહી છે. આગામી વર્ષોમાં પાંચ લાખ કરોડ ડોલરની GDP સુધી પહોંચવા માટે વધુ પ્રમાણે ખાનગી રોકાણની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન