NIFTY 9,509.75 +149.20  |  SENSEX 30,750.03 +448.39  |  USD 64.6100 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-10: વિરાટ કોહલી બાદ આ દિગ્ગજ કેપ્ટને પૂરા કર્યા 3,000 રન

IPL-10: વિરાટ કોહલી બાદ આ દિગ્ગજ કેપ્ટને પૂરા કર્યા 3,000 રન

 | 5:18 pm IST

આઈપીએલ-10માં વરસાદના કારણે એલિમિનેટર મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદને ડકવર્થ લૂઈસ પદ્ધતિના આધાર પર સાત વિકેટથી હરાવીને ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. ક્વોલિફાયર રાઉન્ડમાં કેકેઆર અને મુંબઈ વચ્ચે ટક્કર થશે. સનરાઈઝર્સની ઈનિંગ બાદ તરત જ વરસાદે એન્ટ્રી લઈ લીધી હતી. જેના કારણે મેચ ત્રણ કલાકથી વધારે સમય રોકાયેલી રહી હતી. મેચ બીજીવાર શરૂ થવા પર કેકેઆરને 6 ઓવરમાં 48 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટાર્ગેટને કેપ્ટન ગૌતમ ગંભીરના શાનદાર 32 રનની મદદથી 5.2 ઓવરમાં ત્રણ વિકેટ પર મેળવી લીધો હતો. તે સાથે ગૌતમ ગંભીરે પણ પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવી લીધો હતો.

કોલકતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીર કેકેઆરની તરફથી રમતા પહેલો એવો ખેલાડી બની ગયો છે, જેને 3000 રનનો આંકડો પાર કરી લીધો છે. જોકે, આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા કેપ્ટન વિરાટ કોહલી પણ 3000 રનનો આંકડો પાર કરી લીધો છે.

ગંભીરે આઈપીએલની આ સિઝનમાં રમાયેલી અત્યાર સુધીમાં 15 મેચોમાં 4 અણનમ રહીને 486 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વાધિક સ્કોર 76* રન છે.આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 129.94 રહી હતી. તે ઉપરાંત ગંભીરે આ સિઝનમાં 4 અર્ધશતક પણ પોતાના નામે કરી લીધી છે. ગંભીરે 7 સિક્સ અને 59 ફોર ફટકારી છે.

જ્યારે કોહલીની વાત કરીએ તો તેને 10 મેચોમાં 122.22ની સ્ટ્રાઈક રેટ સાથે 308 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 4 અર્ધશતક ફટકારી હતી. કોહલીનો આ સિઝનનો શ્રેષ્ઠ સ્કોર 64 રન છે. કોહલીએ 11 સિક્સ અને 23 ફોર ફટકારી છે.

1