gautam gambhir birthday indian world cup winner KKR IPL Winner captain
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • Birthday Special: એક એવા ખેલાડી જેમણે બે-બે વખત ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું

Birthday Special: એક એવા ખેલાડી જેમણે બે-બે વખત ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું

 | 8:11 pm IST
  • Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરે આજે એટલે કે ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ગૌતમ ગંભીરને દિવસભર સોશિયલ મીડિયા પર ક્રિકેટરોએ અને તેમના ચાહકોએ જન્મદિવસના અભિનંદન પાઠવ્યા. ગૌતમ ગંભીરે ભલે ભારત માટે છેલ્લી મેચ 2016 માં રમી હોય પરંતુ તેમની ભારતને વિશ્વ વિજેતા બનાવતી ઈનિંગ્સ દેશવાસીઓ કાયમ યાદ રાખશે. 

ગંભીર 2007, 2011 વર્લ્ડકપનો હીરો હતા

ગૌતમ ગંભીર એક એવા ખેલાડી છે જેમણે 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપની વિજેતા ટીમનો ભાગ રહ્યા. એટલું જ નહીં ગૌતમ ગંભીરે બંને વર્લ્ડ કપની ફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી હતી. 2007 ની ફાઇનલમાં, જ્યારે ભારતની ટીમ પાકિસ્તાન સામે નબળી શરૂઆતના કારણે સંઘર્ષ કરી રહી હતી, ત્યારે ગૌતમ ગંભીરે ટીમને સંભાળી હતી.

ગૌતમ ગંભીરે તે ફાઇનલ મેચમાં 54 બોલમાં 75 રન બનાવ્યા હતા, અને તે રનની મદદથી ભારતનો સ્કોર 157 રન સુધી પહોંચી શક્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે, ભારતે પાકિસ્તાનને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીતી લીધો. પરંતુ, ગૌતમ ગંભીરને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો ન હતો.

જો 2011 ના વનડે વર્લ્ડકપની વાત કરીએ તો ગૌતમ ગંભીરે ફરી શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં મેચ વિનિંગ ભૂમિકા ભજવી હતી. મોટા લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાના બંન્ને ઓપનર જલ્દી આઉટ થઈ ગયા હતા. ગૌતમ ગંભીરે અહીં પણ ટીમને સંભાળી લીધી અને 97 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારતીય ટીમ જીતે એ પહેલા તેઓ આઉટ થઈ ગયા હતા, પરંતુ ભારતીય ટીમની જીતમાં તેમની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. એવુ પણ કહી શકાય કે, તેમની એ ઈનિંગના કારણે ભારતીય ટીમને લક્ષ્ય સુધી પહોંચવામાં સરળતા રહી હતી. જોકે એ મેચમાં પણ તેમને મેન ઓફ ધી મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા નહોતા.

KKR ને પણ બે વખત ચેમ્પિયન બનાવ્યું

ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરવાની તક મળી ન હતી. પરંતુ IPL માં તેમની શાનદાર કેપ્ટનશિપ જોવા મળી. તેમની કેપ્ટનશીપમાં KKR એ બે વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય KKR ની ટીમ ક્યારેય ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. ગંભીરે IPL માં 150 થી વધુ મેચ રમી અને 4 હજારથી વધુ રન બનાવ્યા. આ વર્ષે પણ KKR ની ટીમ ફાઈનલમાં પહોંચી છે ત્યારે જોવાનું રહેશે કે ગૌતમ ગંભીરની કપ્તાની વગર ટીમ ફરી વિજેતા બને છે કેમ? મહત્વનું છે કે, 15 ઓક્ટોબરના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને KKR ફાઈનલ મેચમાં ટકરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો