Gautam Gambhir Not Happy With Obsession With Dhoni 6 In World Cup Final 2011
  • Home
  • Corona live
  • 2011ના વર્લ્ડકપની ધોનીની એક તસવીરના કારણે બરાબરનો બગડ્યો ગૌતમ ગંભીર

2011ના વર્લ્ડકપની ધોનીની એક તસવીરના કારણે બરાબરનો બગડ્યો ગૌતમ ગંભીર

 | 7:32 pm IST

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2011માં વર્લ્ડકપ જીતી લીધો હતો. તત્કાલીન કેપ્તન મહેન્દ્ર સિંહ ધોનીએ વિજયી છગ્ગો ફટકારીને ભારતને 1983 પછી પહેલીવાર વર્લ્ડકપ જીતાડ્યો હતો. આ વિજયી છગ્ગાની તસવીર માટે ‘ઝનુન’ને લઈને ટીમ ઈન્ડિયાના જ પૂર્વ ખેલાડી અને 2011ના વર્લ્ડકપમાં ભારતનની જીતમાં મહત્વનું યોગદાન આપનારા ગૌતમ ગંભીરે વેધક સવાલ ઉભા કર્યા છે.

કહ્યું કે, ટૂર્નામેન્ટ ટીમ અને સપોર્ટ સ્ટાફના સહયોગથી જીતી હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વકપ ફાઇનલમાં ગંભીર ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો હતો. વર્ષ 2007માં ટી20 વિશ્વકપમાં તેણે પાકિસ્તાન વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી. તેણે 2011ના ટાઇટલના મુકાબલામાં 97 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ટીમને જરૂર હતી તો આ ડાબા હાથના બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તાજેતરમાં જ વિશ્વકપ 2011ની જીતને નવ વર્ષ પૂરા થવા પર ક્રિકેટ વેબસાઇટે ધોનીની તે તસવીરને પોસ્ટ કરી હતી. તે વેબસાઇટે તેને કેપ્શન આપ્યું હતું- તે શોટ જેણે કરોડો લોકોને ખુશીથી નાચવા માટે મજબૂર કરી દીધા. ગંભીરને આ વાત પસંદ પડી નથી.

ગંભીરે કહ્યું હતું કે, આ ખુબ દુ:ખ દાયક બાબત છે. મને લાગે છે કે કોઈપણ ક્રિકેટર માટે દુખદ વાત હશે. મેં ક્યાંય સાંભળ્યું નથી કે કોઈને 2012માં કહેવામાં આવે કે તમે 2015 વિશ્વકપનો ભાગ નહીં હોવ. હું હંમેશા તે વિચારતો આવ્યો કે તમે રન બનાવો તો ઉંમર માત્ર એક નંબર છે.

ગૌતમ ગંભીરે 2011ના વર્લ્ડકપની ફાઈનલને યાદ કરતા કહ્યું હતું કે, જ્યારે તે ફાઇનલમાં 97ના સ્કોર પર પહોંચ્યો ત્યારે તેનું ધ્યાન પોતાના સ્કોર પર નહીં ટાર્ગેટ પર હતું. જ્યારે ઓવર પૂરી થઈ ત્યારે તેણે મને કહ્યું કે, માત્ર ત્રણ રન બાકી છે અને તું આ ત્રણ રન પૂરા કરે તો તારી સદી બની જશે. જો ધોનીએ મને મારા સ્કોરની યાદ ના અપાવી હોત તો આસાનીથી ત્રણ રન બનાવી શક્યો હતો. તેના યાદ અપાવ્યા બાદ હું વધુ સાવધાન થઈ ગયો અને થિસારા પરેરાના બોલ પર ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે, ધોનીની સલાહથી મારૂ ધ્યાન ભંગ થઈ ગયું હતું.

ગંભીર પોતાની સદી પૂરી ન કરી શક્યો અને 97 રન બના વી આઉટ થયો હતો. જ્યારે તે આઉટ થયો તો ભારતને 52 બોલમાં 52 રનની જરૂર હતી. ત્યારબાદ ધોનીએ યુવરાજ સિંહની સાથે મળીને ભારતને જીત અપાવી હતી. ધોની 79 બોલ પર 91 અને યુવરાજ 24 બોલ પર 21 રન બનાવી અણનમ રહ્યાં હતા.

ધોની સાથે વિવાદ

ગંભીરના આ નિવેદનને ધોની પર નિશાનના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે. તે આ પહેલા પણ આમ કરી ચુક્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 2012માં ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય સિરીઝ દરમિયાન કહ્યું હતું કે તે અમે ત્રણ (સચિન, સહેવાગ અને ગંભીર)ને એક સાથે ન રમાડી શકે કારણ કે તે 2015 વિશ્વ કપ વિશે વિચારી રહ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : મધ્યપ્રદેશના ઈન્દૌરમાં આરોગ્ય વિભાગની ટીમ ઉપર હુમલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન