ચૈન્નઇ સુપર કિંગ્સને લઇને ગૌતમ ગંભીરે જણાવ્યુ, પ્લેઓફમાં પણ નહી પહોંચે ધોનીની આ ટીમ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ચૈન્નઇ સુપર કિંગ્સને લઇને ગૌતમ ગંભીરે જણાવ્યુ, પ્લેઓફમાં પણ નહી પહોંચે ધોનીની આ ટીમ

ચૈન્નઇ સુપર કિંગ્સને લઇને ગૌતમ ગંભીરે જણાવ્યુ, પ્લેઓફમાં પણ નહી પહોંચે ધોનીની આ ટીમ

 | 5:04 pm IST
  • Share

ભારતીય ક્રિકેટ ટીમને લઇને પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરનું માનવુ છે કે ચૈન્નઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આ વખતે IPLમાં પ્લેઓફમાં પણ જગ્યા નહી બનાવી શકે. હાલ આપેલા એક ઇંટરવ્યૂમાં ગંભીરે કહ્યુ કે ચૈન્નઇની ટીમ IPLની આ સીઝનમાં પાંચમાં સ્થાન પર રહેશે.

આકાશ ચોપડા અને સંજય માંજરેકરે પણ આવોજ કંઇક અભિપ્રાય આપ્યો હતો કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ટીમ આ વખતે અંતીમ રાચમાં સ્થાન નહી મેળવી શકે. આકાશ ચોપડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે મને લાગી રહ્યુ છે કે ચૈન્નઇનું પ્રદર્શન તેની ગઇ સિધનથી થોડુ સારૂ રહેશે પણ ક્વોલિફાઇ થવુ એ આ ટીમ માટે થોડુ કપરૂ છે.

તો વેસ્ટઇન્ડીઝના પૂર્વ ઝડપી બોલર ઇયાન બિશપ માને છે કે ચૈન્નઇ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકે છે. તેણે લીગ સ્ટેજમાં ચૈન્નઇના ચાથા સ્થાન પર રહેવાની ભવિષ્યવાણી પણ કરી હતી.

આ વખતે ફેબ્રુઆરીમાં થયેલી નીલામીમાં ચૈન્નઇ સુપર કિંગ્સની રણનીતિ ખુબજ પ્રભાવિત થતી નજરે પડી હતી. ગંભીરે ચૈન્નઇથી પ્રભાવિત થતા આ IPLની સૌથી શાનદાર હરરાજી ગણાવી હતી. ગંભીરે તો એવુ પણ કહ્યુ કે આ ઇતિહાસની સર્વશ્રેષ્ઠ હરરાજી છે.

એ સમયે ગંભીર આ વાતથી ખુબ ખુશ હતો કે ચૈન્નઇની IPL 2020ની સીઝન ખરાબ હોવા છતા નવું કરવાનો પ્રયાશ ન કર્યો અને પોતાની તાકાતની સાથે જામી રહ્યા હતા.

આ વીડિયો જુઓ: અમદાવાદનાં કોરોના વકરતાં તૈયારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન