Gautam Gambhir says India should not play with Pakistan in World Cup
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-પાક વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ પર ગૌતમ ગંભીરે ફરી આપ્યું નિવેદન, કહ્યું કે…

ભારત-પાક વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ પર ગૌતમ ગંભીરે ફરી આપ્યું નિવેદન, કહ્યું કે…

 | 6:56 pm IST

પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાં માગ થવા લાગી હતી કે ભારતે તેના પડોશી દેશ પાકિસ્તાન સાથે બધા સંબંધ સમાપ્ત કરી દેવા જોઈએ. માત્ર રાજનીતિક નહીં પરંતુ રમતની સાથે અન્ય દરેક ક્ષેત્રોમાં પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર ન રાખવો જોઈએ. જોકે હવે ફરી એકવાર આ માગ વધી છે.

ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આગામી ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ ન રમવા પર એકવાર ફરી પોતાનો મત રજૂ કર્યો છે. ગંભીરે કહ્યું કે આપણે પાકિસ્તાન સાથે માત્ર ગ્રુપ મેચ જ નહીં પરંતુ જો તેની સાથે વર્લ્ડ કપ ફાઇનલ હોય તો પણ ન રમવી જોઈએ. ગંભીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,‘વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ રમવી જોઈએ કે નહીં એ તો બીસીસીઆઈ જ નક્કિ કરશે પરંતુ મારા મતે પાક સામે ભારતે મેચ ન રમવી જોઈએ. મારા માટે 2 પોઇન્ટ જરૂરી નથી, મારી માટે ક્રિકેટની સરખામણીએ દેશના જવાન વધુ મહત્વ ધરાવે છે. દેશ પહેલા આવે છે.’

ઉપરાંત ગંભીરે કહ્યું કે,‘જો વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને પાકિસ્તાન સામે રમવું પડે, તો પણ ભારતે આ મેચ ન રમવી જોઈએ. મને લાગે છે કે આપણો દેશ આના માટે પણ તૈયાર રહેશે. આપણે આપણા નિર્ણય પર યુ-ટર્ન ન લેવો જોઈએ જેમકે હાલ સમાજના કેટલાક હિસ્સામાંથી અવાજ આવવા લાગી છે કે આપણે રાજનીતિ અને ખેલની સરખામણી ન કરવી જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન