ગૌતમ ગંભીરે કટાક્ષ કરતા બિશન સિંહ બેદી અને ચેતન ચૌહાણને લીધા આડે હાથે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ગૌતમ ગંભીરે કટાક્ષ કરતા બિશન સિંહ બેદી અને ચેતન ચૌહાણને લીધા આડે હાથે

ગૌતમ ગંભીરે કટાક્ષ કરતા બિશન સિંહ બેદી અને ચેતન ચૌહાણને લીધા આડે હાથે

 | 5:04 pm IST

દિલ્હીનાં ઝડપી બોલર નવદીપ સૈનીની ભારતીય ટીમમાં પસંદગી થતા ગૌતમ ગંભીરે પૂર્વ ભારતીય ખેલાડી બિશન સિંહ બેદી અને ચેતન ચૌહાનને આડે હાથે લીધા છે. દિલ્હીનાં ઝડપી બોલર નવદીપ સૈનીને અફઘાનિસ્તાન ટેસ્ટ માટે પસંદ કર્યા બાદ ગૌતમ ગંભીરે પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ડીડીસીએ સદસ્યો પર કટાક્ષ કર્યો છે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ (DDCA)નાં સદસ્ય બેદી અને ચૌહાણે દિલ્હી અને રણજી ટીમમાં નવદીપ સૈનીની પસંદગીનો વિરોધ કર્યો છે. ગૌતમ ગંભીરે તેમના વિરોધની ટિપ્પણી કરતા ટ્વિટર પર પોતાના વિચાર રાખ્યા હતા.

ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું હતુ, ‘DDCAનાં કેટલાક સભ્યો પ્રતિ મારી શોક સંવેદના છે. આ સંવેદના એક ‘બાહરનાં’ નવદીપ સૈનીની ભારતીય ટીમમાં પસંદગી થવા પર છે. યાદ રાખો, નવદીપ કોઇપણ રાજ્યનો હોવા પહેલા તે એક ભારતીય છે.’

ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલા બિશન સિંહ બેદીએ એ સમયનાં DDCA અધ્યક્ષ અરૂણ જેટલીને એક પત્ર લખીને નવદીપ સૈનીની પસંદગી પર સવા ઉઠાવ્યા હતા. એ સમયે નવદીપને દિલ્હીની રણજી ટીમમાં વિદર્ભ સામે સામેલ કરાયો હતો. તે સમયે બિશન સિંહ બેદીએ કહ્યું હતું કે, “નવદીપની પસંદગી આઉટસાઇડરની પસંદગી ગણાશે. જ્યારે આપણા પ્રતિભાશાળી ખેલાડી બાહર બેસશે.”

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાની જીદથી સૈનીને દિલ્હીની ટીમમાં સામેલ કરાવ્યો હતો. સૈનીની ભારતીય ટીમમાં પસંદગી થતા તેણે પોતાની સફળતાનો શ્રેય ગૌતમ ગંભીરને આપ્યો હતો. તેમે કહ્યું હતુ કે, “હું આજે જે પણ કંઇ છું તે ગૌતમ ગંભીરનાં કારણે છું.”