Gautam Gambhir Talking About MS Dhoni And His Future
  • Home
  • Sports
  • Cricket
  • જેવું કરો તેવું ભરો: ગૌતમ ગંભીરે ધોનીને તેના એ નિર્ણયની અપાવી યાદ, કર્યો સૌથી મોટો ધડાકો

જેવું કરો તેવું ભરો: ગૌતમ ગંભીરે ધોનીને તેના એ નિર્ણયની અપાવી યાદ, કર્યો સૌથી મોટો ધડાકો

 | 10:43 pm IST

વર્લ્ડ કપ બાદ અત્યારે સૌથી વધારે ચર્ચા મહેન્દ્ર સિંહ ધોનીનાં સંન્યાસને લઇને ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમનાં પૂર્વ ઑપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ ધોનીને લઇને મોટું નિવેદન આપી દીધું છે. એક વાત-ચીત દરમિયાન ગંભીરે કહ્યું કે, “ધોનીએ વર્ષ 2012માં જ આ નિર્ણય લઇ લીધો હતો કે હું, સેહવાગ અને સચિન 2015માં થનારો વર્લ્ડ કપ નહીં રમીએ. આ ઉપરાંત તેણે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર સ્પષ્ટ રીતે એ નિવેદન આપ્યું હતુ કે તે પ્લેઇંગ ઇલેવનમાં સચિન, ગંભીર અને સેહવાગને એક સાથે તક નહીં આપી શકે.”

સેહવાગ, ગંભીર અને સચિન એક સાથે ના રમી શકે

ગૌતમ ગંભીરે દાવો કર્યો કે, “એમએસ ધોનીએ વર્ષ 2012માં કહ્યું હતુ કે સચિન, સેહવાગ અને ગંભીરને એક સાથે પ્લેઇંગ ઇલેવનમાં નહીં રમાડવામાં આવે કેમકે તેમની ફીલ્ડિંગ સારી નથી. ધોનીનું આવુ કહેવું મારા માટે ઝાટકા સમાન હતુ. આ કોઇપણ ક્રિકેટર માટે એક ઝાટકા સમાન હોત. મે ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ તમને વર્ષ 2012માં જ જણાવી દે કે તમે 2015નો વર્લ્ડ કપ નહીં રમો. મને હંમેશા લાગતુ હતુ કે જો તમે રન બનાવી રહ્યા છો તો ઉંમર એક નંબર છે.”

ધોની કેપ્ટન હતો ત્યારે ભવિષ્ય તરફ જોતો હતો, હવે ભવિષ્ય તરફ જોવાનો સમય

ગૌતમ ગંભીરે એ પણ કહ્યું કે, “ધોનીથી આગળ જોવાનો સમય આવી ગયો છે. જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે તે પણ ભવિષ્ય તરફ જોતો હતો. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ભવિષ્યનાં ખેલાડીઓ પર દાવ લગાવ્યો અને તેણે ઇમોશનલ નહીં, પરંતુ પ્રેક્ટિલ નિર્ણય લીધો હતો.” ગૌતમ ગંભીરે કહ્યું કે, “હવે ઋષભ પંત, સંજૂ સેમસન અને ઇશાન કિશન જેવા વિકેટકીપર્સ પર ધ્યાન લગાવવાનો સમય છે. તેમને એકથી દોઢ વર્ષનો સમય મળવો જોઇ અને જો તેઓ સારું પ્રદર્શન ના કરે તો બીજા ખેલાડીને તક મળવી જોઇએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન