મહારાષ્ટ્રમાં 2 સમલૈંગિક યુવકોના લગ્નમાં દેશ-વિદેશથી મેહમાનો પધાર્યા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મહારાષ્ટ્રમાં 2 સમલૈંગિક યુવકોના લગ્નમાં દેશ-વિદેશથી મેહમાનો પધાર્યા

મહારાષ્ટ્રમાં 2 સમલૈંગિક યુવકોના લગ્નમાં દેશ-વિદેશથી મેહમાનો પધાર્યા

 | 7:03 pm IST

મહારાષ્ટ્રના યવતમાળમાં એક પુસ્તક વિક્રેતાના પુત્રએ ઈન્ડોનેશિયામાં રહેતા પોતાના સમલૈંગિક સાથી સાથે લગ્ન કર્યા હતાં. યવતમાળ જીલ્લામાં આ પહેલા સમલૈંગિક લગ્ન છે. આ લગ્નની આખા શહેરમાં ચર્ચા થઈ રહી છે.

આ લગ્નનું આયોજન 30 ડિસેમ્બરે ગુપ્ત રીતે શહેરની એક પોશ હોટલમાં કરવામાં આવ્યું હતું. લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોને ઘટનાની જાણ થઈ હતી. બંન્ને યુવકો અમેરિકામાં એક કંપનીમાં સાથે કામ કરતાં હતાં અને ત્યાં તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતાં.

યવતમાળમાં રહેતા યુવકે જ્યારે તેના માતા-પિતાને સમલૈંગિક મિત્ર વિષે જણાવ્યું તો તેઓ આશ્ચર્યચકિત રહી ગયાં હતાં. માતા-પિતાએ પુત્રને આમ કરવા ઘણો સમજાવ્યો હતો પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો હતો. આખરે માતા-પિતાએ પુત્રને લગ્ન માટે મંજુરી આપી હતી.

દેશ વિદેશથી મહેમાનો પધાર્યાં હતાં. લગ્નમાં અમેરિકા અને ચીનથી 70 થી 80 જેટલા લોકો પધાર્યા હતાં. ચીન અને અમેરિકાથી પધારેલા આ મહેમાનોમાં પણ 10 સમલૈંગિક જોડીઓ હતી. અહેવાલો અનુંસાર લગ્ન બાદ બંને હનીમૂન પર ઉપડી ગયાં હતાં.