Gayatri Jayanti celebrates the birth anniversary of Goddess Gayatri.
  • Home
  • Featured
  • આજે પવિત્ર ગાયત્રી જયંતિ પર કરીશું માના દર્શન, Video

આજે પવિત્ર ગાયત્રી જયંતિ પર કરીશું માના દર્શન, Video

 | 8:49 am IST

આજે ગાયત્રી જયંતિનીં તિથિ છે ત્યારે આપણે મેળવીશુ મા ગાયત્રીની કૃપા. જેમાં ઉપલેટામાં આવેલ પ્રાચીન ગાયત્રી આશ્રમની લઈશુ મુલાકાત અને સાથે જ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ મા ગાયત્રીના સુંદર ધામના દર્શન પણ કરીશુ.તો આવો ગાયત્રી જ્યંતિના દિવસે વેદમાતાના મેળવીએ આશીર્વાદ.

ગાયત્રી મા વેદ શક્તિ કહેવાય છે ગાયત્રી મંત્રનો મહિમા અપરંપાર છે. વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રકટયાં અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે.

દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓને બ્રાહ્મી (બ્રાહ્મણી), વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે અને પાંચમુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે, આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે અને ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંઘ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં (રુદ્રાણી) હોય છે, ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન