આ મંત્રમાં છુપાયેલી છે અદ્ભૂત શક્તિ, કોઈપણ સમસ્યાને દૂર કરી શકે છે પળવારમાં - Sandesh
  • Home
  • Astrology
  • આ મંત્રમાં છુપાયેલી છે અદ્ભૂત શક્તિ, કોઈપણ સમસ્યાને દૂર કરી શકે છે પળવારમાં

આ મંત્રમાં છુપાયેલી છે અદ્ભૂત શક્તિ, કોઈપણ સમસ્યાને દૂર કરી શકે છે પળવારમાં

 | 3:47 pm IST

હિંદૂ ધર્મમાં હનુમાન ચાલીસાને આંતરિક મનને જાગૃત કરનાર અને આત્મવિશ્વાસ વધારનાર ગણાવી છે. હનુમાન ચાલીસા જેટલી પ્રભાવશાળી અને ચમત્કારી છે તેટલો જ પ્રભાવી છે ગાયત્રી મંત્ર. જી હાં નાના-મોટા સૌ કોઈ આ મંત્રની શક્તિથી વાકેફ હોય છે પરંતુ તેની ચમત્કારી શક્તિનો લાભ લઈ શકતા નથી. કારણ કે તેના વિશે લોકો જાણતા નથી હોતા. તો આજે જાણી લો ગાયત્રી મંત્રથી થતા લાભ વિશે.

ગાયત્રી મંત્રના જાપથી મનને શુદ્ધ કરી શકાય છે. જે વ્યક્તિ માનસિક તાણમાં હોય તેણે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી મનની શુદ્ધિ થાય છે. પરંતુ આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે મંત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા દાખવવામાં આવે.

ગાયત્રી મંત્ર
ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्

ગાયત્રી મંત્રનો જાપ શ્રદ્ધાથી કરનાર એક દિવ્ય તેજ પોતાની અંદર અનુભવી શકે છે. રોજ સવારે શારીરિક નિત્યક્રિયા કર્યા પછી આ મંત્રનો જાપ કરવો જોઈએ. ગાયત્રી મંત્ર મનને શાંત કરે છે અને સાંસારિક ભ્રમને તોડી દે છે. ભૌતિક સુવિધા વિના દુ:ખની લાગણી અનુભવતા લોકોના મનમાંથી દરેક ભ્રમ દૂર થઈ જાય છે. માનસિક શાંતિ અને સુખની અનુભૂતિ આ એકમાત્ર મંત્ર કરાવી શકે છે. ગાયત્રી મંત્રના પ્રભાવને નિષ્ણાંત લોકોએ પણ માન્યો છે. આ મંત્ર મન અને શરીરને પણ તંદુરુસ્ત રાખે છે.