GDP Growth Rate Slows Down To 5.8% During January-March Quarter
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોદી સરકાર માટે આવતા વેંત જ આંચકો, GDP ઉંધા માથે પટકાયો, ભયંકર બેરોજગારી

મોદી સરકાર માટે આવતા વેંત જ આંચકો, GDP ઉંધા માથે પટકાયો, ભયંકર બેરોજગારી

 | 7:55 pm IST
  • Share

મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહના બીજા જ દિવસે અર્થવ્યવસ્થાના મોર્ચેથી ચિંતાજનક અહેવાલ આવ્યા છે. નાણાંકિય વર્ષ 2018-19ના ચોથા ત્રીમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસદર ઘટીને 6 ટકાથી પણ નીચે આવી ગયો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુંસાર જાન્યુઆરી-માર્ચ મહિના દરમિયાન ઘરઘથ્થ્યુ ઉત્પાદન (GDP) માત્ર 5.8 ટકા જ રહ્યો હતો.

બેરોજગાદી દર પણ આસમાને

બીજી બાજુ લેબર સર્વે અનુંસાર ગત વર્ષે દેશમાં બેરોજગારી દર પણ 6.1 ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જાન્યૂઆરી મહિનામાં આ આંકડો લીક થઈ ગયો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, દેશમાં બેરોજગારીનો આંકડો વર્ષ 19722-73 બાદ પહેલીવાર આટલી ઉંચાઈએ પહોંચી ગયો છે. આમ બેરોજગારીનો આંકડો પણ છેલ્લા 45 વર્ષમાં સૌથી નીચો રહ્યો છે.

ગ્રોથ રેટમાં કેટલો ઘટાડો?

ચોથા ત્રિમાસીક ગાળાના આ નબળા આંકડા આખા વર્ષ દરમિયાનના જીડીપી ગ્રોથ રેટ પર પડ્યા છે જે 7 ટકાથી નિચે સરકીને 6.8 ટકા આવી ગયો હતો. જ્યારે નાણાંકિય વર્ષ 2017-18ના જાન્યુઆરી-માર્ચ દરમિયાનના ત્રીમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 8.1 ટકા હતો જ્યારે આખા વર્ષ દરમિયાન દેશનો આર્થિક વિકાસ 7.2 ટકા દરે થયો હતો. એટલે કે જાન્યુઆરી-માર્ચ દરમિયાનના ત્રીમાસિક ગાળામાં નાણાંકિય વર્ષ 2017-18ની સરખામણીએ નાણાંકિય વર્ષ 2018-19માં 2.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો 2017-18ના આખા વર્ષ દરમિયાન જીડીપી ગ્રોથ રેટની સરખામણીએ નાણાંકિય વર્ષ 2018-19માં આ આંકડામાં 0.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ચીન કરતા પણ પાછળ પડ્યાં

છેલ્લા પાંચ વર્ષમાં કોઈએ પણ ચોથા ત્રીમાસિક ગાળામાં 6 ટકાથી ઓછો વિકાસ દર નોંધાયો નથી. સાથે જ 5.8 ટકાનો ગ્રોથ રેટ છેલ્લા 17 ત્રિમાસિક ગાળાના વિકાસ દરની રખામાણીમાં સૌથી ઓછો છે. આ સમયગાળા દરમિયાન ભારત પહેલી જ વાર ચીન કરતા પણ પાછળ પડ્યું છે. નાણાંકિય વર્ષ 2018-19ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 8.2 ટકા, બીજા ત્રીમાસિક ગાળામાં 7.1 ટકા જ્યારે ત્રીજા ત્રીમાસિક ગાળામાં 6.6 ટકા રહ્યો હતો.

અંદાજ કરતા પણ મોટો ઘટાડો

જોકે ચોથા ત્રીમાસિક ગાલામાં જુદા જુદા ક્ષેત્રોના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં કાપના કારણે ગ્રોથ રેટને આંચકો લાગ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ગ્રોથ રેટ 6 ટકાથી પણ નીચો જતો રહેશે તેવી આશા કોઈને પણ નહોતી. દેશની જુદી જુદી બેંકોએ ગ્રોથ રેટ 6 થી 6.3 ટકા રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોટક મહિંન્દ્રા બેંકે સૌથી ઓછો 6 ટકા રહેવાની આશંકા વ્યક્ત કરી હતી.

ગ્રોથ રેટના આ આકડા નવી નવી રચાયેલી બહુમતિ ધરાવતી મોદી સરકાર માટે ચિંતાજનક બાબત છે. તેણે આવતા વેંત જ આ દિશામાં પગલા ભરવાના રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો