Geer gadhada jamwada viral video of one man took a selfie with lion
  • Home
  • Videos
  • Featured Videos
  • બહાદુરી બતાવવા ભાયડો સિંહ આગળ જઈને સુઈ ગયો, VIDEO વાયરલ થતાં ખળભળાટ મચી ગયો

બહાદુરી બતાવવા ભાયડો સિંહ આગળ જઈને સુઈ ગયો, VIDEO વાયરલ થતાં ખળભળાટ મચી ગયો

 | 3:49 pm IST

લોકોમાં કેવા કેવા અજીબ શોખ હોય નઈ..!! આપણે ક્યારેક તો ચક્કર આવી જાય કે લોકો શું વિચારીને આવું કરતા હશે. હાલમાં સિંહ સાથે સેલ્ફી લેવા એક શખ્સે કારનામું કરી નાખ્યું. જો કાયદાકીય રીતે વાત કરીએ તો સિંહ સાથે સેલ્ફી લેવી એ ગુનો છે. છતાં એક વ્યક્તિએ સિંહ સાથે સેલ્ફીનો એક વીડિયો બનાવ્યો. આ વીડિયોની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે.

આ વીડિયો ગીરગઢડાના જામવાડાનો હોવાનું અનુમાન છે. તેમા જોઈ શકાય છે કે, ટોપી પહેરેલો એક વ્યકિત વાડીમાં સૂઇને પાછળ સિંહ બેઠો હોય તેવી રીતે પોતાનો વીડિયો ઉતરી રહ્યો છે. આ વીડિયોમાં આંબાના ઝાડની નીચે સિંહ આરામથી બેઠો છે અને આ ભાઈ પોતે બહાદુર છે તેવું બતાવવા વીડિયો ઉતારી રહ્યો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન