Geeta basra birthday special know about her unknown facts
  • Home
  • Featured
  • Photos: લગ્ન કરી લાઈમ લાઈટથી દૂર આ દિગ્ગજ ક્રિકેટરની પત્ની, ખુબસુરતી ઉડાડી દેશે હોશ

Photos: લગ્ન કરી લાઈમ લાઈટથી દૂર આ દિગ્ગજ ક્રિકેટરની પત્ની, ખુબસુરતી ઉડાડી દેશે હોશ

 | 8:00 am IST

ગીતા બસરા બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી ચુકી હોવા છતાં લગ્ન કરીને ઠરીઠામ થયા પછી લાઈમલાઈટથી દુર રહેવાનું કરે છે પસંદ. ગીતાએ પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કરી લીધા છે અને એક ક્યુટ પુત્રીની માતા છે આમ છતા આજે પણ એટલી જ આકર્ષક લાગે છે.

ગીતા આજે તેનો જન્મદિવસ મનાવી રહી છે. ફિલ્મોથી દૂર ગીતા બસરા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. ગીતા અવારનવાર તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે.

ગીતા કહે છે કે દીકરી હિનાયાના જન્મ પછી બંનેના અભિગમમાં બદલાવ આવી ગયો છે. હવે બંને શાંત, સમજુ અને જવાબદાર બન્યા છે. કામેથી થાકેલા ઘેર પરત આવો અને દીકરીનો ચહેરો જોવા મળે કે ગીતા પુલકિત થઈ જાય છે.

ગીતા બસરા બોલિવૂડમાં આવી તે પહેલા મોડલ રહી ચુકી છે. ફિલ્મોમાં એન્ટ્રી ગીતાએ ઇમરાન હાશમી સાથે ફિલ્મ દિલ દિયા હૈથી કરી હતી. 2015માં ટીમ ઇન્ડિયાના સ્પીન બોલર હરભજન સાથે કર્યા છે. હાલ તો ગીતા તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન