gehana vasisth told how erotic content produced on ott platform
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગહના વશિષ્ઠે ખોલ્યા રાજ, OTT પ્લેટફોર્મ પર કેવી રીતે પધરાવાતુ ઇરોટિક કન્ટેન્ટ

ગહના વશિષ્ઠે ખોલ્યા રાજ, OTT પ્લેટફોર્મ પર કેવી રીતે પધરાવાતુ ઇરોટિક કન્ટેન્ટ

 | 6:48 pm IST
  • Share

પોર્નગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને ઝડપી લીધા પછી એક પછી એક હકીકત સામે આવી રહી છે. જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોર્ન રેકેટ કેસમાં સામેલ વ્યક્તિનો એક ઇમેઇલ મીડિયા સમક્ષ આવ્યો છે. ઉમેશ કામત તેમાં વીડિયોની માંગ કરતા જોવા મળ્યો હતો. તે બધા વીડિયોને હોટશોટે 3 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. આ વિડિઓમાં અશ્લીલ દ્રશ્યો શામેલ છે.

ગહનાએ રાખ્યો પોતાનો પક્ષ
આ કેસમાં ગહના વશિષ્ઠનું નામ સામે આવ્યું છે. તેઓ કહે છે કે કામત આવા વીડિયોની માંગણી કરતો હતો જે પોર્ન તો નહી પણ ઇરોટીક હોય. ઉપરાંત તેમાં અશ્લીલ સામગ્રી પણ હતી. આ સિવાય તેમનામાં ગીતો પણ હતા. નિર્માતાઓ કલાકારને ફાઇનલ કરતા હતા. વીડિયો માટે લોકેશન નક્કી કરાયું હતું અને ત્યારબાદ શૂટ ક્યાં કરવા જવાનું ક્યારે શરૂ કરશે. કામત કલાકાર સાથે અંગત રીતે વાત કરતો હતો. શૂટિંગ પહેલાં અને પછીકલાકાર બોલ્ડ દ્રશ્યો કરવા તૈયાર છે તેની ખાતરી કરવામાં આવતી હતી.

ગહનાએ વધુમાં કહ્યું કે, હોટશોટ માટેના શૂટનું બજેટ લગભગ ત્રણ લાખ રૂપિયા હતું. નિર્માતા 25થી 30 હજાર તેની પાસે રાખતો હતો. આ બધી સામગ્રી રેડ ડ્રેગન કેમેરામાં શૂટ કરવામાં આવી હતી, જે ખૂબ જ ખર્ચાળ કેમેરો છે. વધુમાં, કલાકારને ચુકવણી, સપોર્ટ સ્ટાફ, કપડાં અને સ્થાન. નિર્માતા આ શૂટને થોડા દિવસોમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો, કારણ કે શૂટના વધુ દિવસો થાય તો વધુ ખર્ચ થાય.

ક્યારેય કોઇ મહિલાને ફોર્સ નહોતો કરાતો
ગહના વશિષ્ઠે થોડા સમય પહેલા હોટશોટ માટે કન્ટેન્ટ બનાવ્યુ હતુ. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે કોઈ પણ સ્ત્રીને આ રીતે શૂટ કરવા ઉકસાવાતી નહોતી કલાકાર પોતાની મનજીથી અને રાજીખુશીથી કામ કરતો જેની તને કિંમત મળતી હત. શૂટિંગ પછી, દરેક કલાકારને વીડિયો વિશે જણાવવામાં આવ્યું હતું.

કોઈ પણ વાંધો ઉઠાવશે નહીં અથવા એમ કહેશે નહીં કે તેણે તેની ઇચ્છા વિરુદ્ધ શૂટિંગ કર્યું છે. અમે જે પ્લેટફોર્મ માટે શૂટિંગ કરી રહ્યા છીએ તે કોઈ પણ તેની તરફ આંગળી ચીંધશે નહીં આમ પુરતી કાળજી રાખીને તમામ કામને કરવામાં આવતુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન