jio નો 10 GB ડેટા ફ્રી જોઇતો હોય તો 'આ' નંબર પર કરો મિસ કોલ - Sandesh
  • Home
  • Business
  • jio નો 10 GB ડેટા ફ્રી જોઇતો હોય તો ‘આ’ નંબર પર કરો મિસ કોલ

jio નો 10 GB ડેટા ફ્રી જોઇતો હોય તો ‘આ’ નંબર પર કરો મિસ કોલ

 | 5:47 pm IST

રિલાયન્સ જિયોને વર્ષ 2018નો પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઇલ (GLOMO) એવોર્ડ મળ્યો છે. બાર્સિલોનામાં આયોજીત મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસમાં મળેલ એવોર્ડમાં મળેલ એવોર્ડની ખુશીને પોતાના ગ્રાહકો સાથે શેર કરતા તેમને 10 જીબી ફ્રી ડેટા આપવાનું એલાન કર્યુ છે. આ ફ્રી ડેટાથી તમે Jio TV app ઉપીયોગ કરી શકો છો. જોકે, આ ઉપહાર માત્ર પ્રાઇમ મેમ્બર્સ માટે છે.

જિયોએ મેસેજ અને એપ નોટિફિકેશનનાં માધ્યથી ગ્રાહકોને આ વિશે જાણકારી આપી છે. મેસેજમાં લખ્યું છે,’જિયોએ મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસમાં મળેલ એવોર્ડમાં બેસ્ટ મોબાઇલ વીડિયો કન્ટેન્ટ પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઇલ એવોર્ડ 2018 જીત્યો છે. અમને વૈશ્વિક મંચ પર આટલી મોટી ઉપલબ્ધી સુધી પહોંચાડવા માટે આપનો ધન્યવાદ. તમારા માટે ઉત્સાહવર્ધક માટે અમે તમારા એકાઉન્ટમાં 10GBનું કોમ્પલીમેન્ટ્રી ડેટા એડ કર્યો છે.

તમને 10 GBનો ડેટા ભેટમાં મળ્યો કે નહી, એ તમે રિલાયન્સ જિયો એપનાં MY Plansમાં જઇને ચેક કરી શકો છો. આ ડેટા એડ ઓન પેક સંપૂર્ણ રીતે ઓટોમેટેડ છે, માટે કેટલાક યૂઝર્સને તો આ ડેટા આપમેળે જ મળી ગયો ચે. પરંતુ જેમને આ લાભ નથી મળ્યો, તેઓ ટોલ ફ્રી નંબર 1299 પર મિસ્ડ કોલ કરીને મેળવી શકે છે. આ 10 GB ડેટા સિમિત સમય માટે જ છે.

તમને જણાવી દઇએ કે, Jio TV app માં 583 ચેનલ્સ છે, જેમા 39 એચડી ચેનલ્સ પણ છે. વિભિન્ન ભારતીય ભાષાઓમાં કન્ટેન અહિંયા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. મુકેશ અંબાણીની કંપની જિયો ટેલિકોમ લગભગ દોઢ વર્ષ પહેલા પોતાની સર્વિસ શરૂ કરી હતી અને ત્યારથી તેણે ટેલિકોમ કંપનીઓ વચ્ચે પ્રાઇસ વોર શરૂ કરી દીધુ છે. જેનો ફાયદો ગ્રાહકોને સસ્તા ડેટા અને ફ્રી વોઇસ કોલના સ્વરૂપે મળી રહ્યો છે.