NIFTY 10,350.15 -101.65  |  SENSEX 33,370.76 +-360.43  |  USD 65.0250 +0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતીય વૈજ્ઞાનિકોને સમુદ્ર નીચેથી મળ્યો અરબોનો ખજાનો

ભારતીય વૈજ્ઞાનિકોને સમુદ્ર નીચેથી મળ્યો અરબોનો ખજાનો

 | 2:59 pm IST

જીઓલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોને પાણીની નીચે મોટી સફળતા હાથ લાગી છે. વૈજ્ઞાનિકોએ પાણીની નીચે ભારતીય સમુદ્રની આસપાસ લાખો ટન કિંમતી ધાતુઓ અને ખનિજોને શોધી કાઢ્યા છે. જોકે, આ ધાતુઓ અને ખનિજોની શોધમાં લાંબો સમય લાગી ગયો હતો. પહેલીવાર લગભગ 2014માં મંગલુરુસ ચેન્નાઈ, મન્નાર બસીન, અંડમાન અને નિકોરાબના દ્વીપ અને લક્ષદ્વીપની આસપાસ સમુદ્દી સંશાધનોની ઓળખાણ થઈ છે.

સમુદ્રમાં જે માત્રામાં વૈજ્ઞાનિકોને લાઈમ મડ, ફોસ્ફેટ-રિચ અને હાઈડ્રોકાર્બન્સ જેવી ચીજો મળી છે, તેનાથી અંદાજ લદાવી શકાય છે કે, પાનીમાં વૈજ્ઞાનિકોને કેટલી મોટી સફળતા મળી છે. 3 વર્ષની શોધ બાદ જિઓલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાએ 181,025 વર્ગ કિમીનો હાઈ રિઝોલ્યુશન સીબેડ મોરફોલોજિકલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને 10 હજાર લાઈમ મડ હોવાની વાત કહેવાઈ છે.

આ શોધખોળ માટે જહાજ સમુદ્ર રત્નાકર, સમુદ્ર કૌસ્તુભ અને સમુદ્ર સૌદીકામાની મદદ લેવામાં આવી હતી. જીએસઆઈના સુપરિટેન્ડન્ટ જીઓલોજિસ્ટ આશિષ નાથે જણાવ્યું કે, તેનો મુખ્ય હેતુ મિનરલાઈઝેશનના સંભવિત વિસ્તારોની ઓળખ કરવું અને મરીન મિનરલ સંશાધનોની તપાસ કરવાની છે.