George Munsey Creates History, Hits Hundred In Just 25 Balls
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20માં આ ખેલાડીએ બનાવ્યો વિશ્વ રેકૉર્ડ, 25 બૉલમાં બનાવી સદી, લગાવ્યા 20 છગ્ગા

ટી-20માં આ ખેલાડીએ બનાવ્યો વિશ્વ રેકૉર્ડ, 25 બૉલમાં બનાવી સદી, લગાવ્યા 20 છગ્ગા

 | 4:22 pm IST

સ્કૉટલેન્ડનાં બેટ્સમેન જૉર્જ મુંસેએ ગ્લોસેસ્ટરશર સેકન્ડ ઇલેવન ટીમની તરફથી રમતા 25 બૉલ પર ના ફક્ત સૌથી વધારે ઝડપી સદી ફટકારી, પરંતુ એક ઑવરમાં સતત 6 છગ્ગા લગાવીને રેકૉર્ડ બનાવી દીધો. મુંસેએ લંડનનાં બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ પર રવિવારનાં સીસી સામે એક બિનસત્તાવાર ટી-20 મેચમાં 39 બૉલમાં 147 રનનોની વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 20 છગ્ગા અને 5 ચોગ્ગા લગાવ્યા હતા.

મુંસેએ પોતાના પહેલા 50 રન 17 બૉલમાં અને ત્યારબાદનાં 50 રન ફક્ત 8 બૉલમાં બનાવીને સૌથી ઝડપી સદી ફટકારી દીધી હતી. ટી-20માં સૌથી ઝડપી સદીનો રેકૉર્ડ વેસ્ટઇન્ડીઝનાં ક્રિસ ગેલનાં નામે છે. તેમણે IPLમાં બેંગલોર તરફથી રમતા આ ઉપલબ્ધિ મેળવી હતી. મુંસેએ સાથી ખેલાડી જીપી વિલોજ(115) સાથે મળીને પહેલી વિકેટ માટે રેકૉર્ડ બ્રેક 221 રનની ભાગેદારી બનાવી. વિલોજે પોતાની સદી 53 બૉલમાં પુરી કરી હતી. ટીસી પ્રાઇઝે 50 રન બનાવ્યા હતા. ટી-20માં સત્તાવાર સર્વોચ્ચ સ્કૉરનો રેકૉર્ડ અફઘાનિસ્તાનનાં નામે છે.

તેમણે આયરલેન્ડ સામે આ વર્ષની શરૂઆતમાં હઝરતુલ્લાહનાં અણનમ 162 રનની મદદથી આ રન બનાવ્યા હતા. ગ્લોસેસ્ટરશરે 3 વિકેટે 326 રન બનાવીને ટી-20નો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો. જવાબમાં બાથની ટીમ 214 રન જ બનાવી શકી અને ગ્લોસેસ્ટરશરે 122થી મેચ જીતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન