જર્મનની બિલ્ડ ઢીંગલી પરથી બાર્બીડોલ બની - Sandesh
  • Home
  • Kids Corner
  • જર્મનની બિલ્ડ ઢીંગલી પરથી બાર્બીડોલ બની

જર્મનની બિલ્ડ ઢીંગલી પરથી બાર્બીડોલ બની

 | 12:11 am IST

બાર્બીડોલ એક આધુનિક ઢીંગલી છે. જેને અમેરિકન ટોય કંપની મેટલે બનાવી હતી. આ બાર્બી ડોલને ૧૯૫૯માં બનાવવામાં આવી હતી. જર્મનમાં બનાવવામાં આવેલી બિલ્ડ ઢીંગલી પરથી અમેરિકન ઉદ્યોગપતિ રૂથ હેન્ડલરને બાર્બી ડોલ બનાવવાની પ્રેરણા મળી હતી. બાર્બીડોલને ફાઈબર પ્લાસ્ટિક તથા અન્ય પદાર્થમાંથી બનાવવામાં આવે છે. ૫૦ વર્ષથી વધુ સમયથી રમકડાંના બજારમાં બાર્બીડોલે પોતાનું સ્થાન જમાવ્યું છે. બાર્બીડોલ અને તેની જીવનશૈલી પર આ આખી ઢીંગલી બનાવવામાં આવી છે. અમેરિકન મેટલ કંપનીએ અત્યાર સુધીમાં એક અબજ જેટલી ઢીંગલીઓનું નિર્માણ કર્યું છે. આ બાર્બીડોલને કારણે જ કંપનીએ સૌથી વધુ નફો થયો છે. જોકે, ૨૦૧૪થી બાર્બીડોલના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે.