જર્મન ફૂટબોલર શ્વેન્સટાઇગરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • જર્મન ફૂટબોલર શ્વેન્સટાઇગરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી

જર્મન ફૂટબોલર શ્વેન્સટાઇગરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી

 | 4:33 pm IST
  • Share

કેપ્ટન અને સ્ટાર મિડફિલ્ડર બાસ્ટિયન શ્વેન્સટાઇગરે પોતાની ૧૨૧મી આંતરરાષ્ટ્રીય મેચમાં જર્મનીને ફિનલેન્ડ સામે ૨-૦થી જીત અપાવ્યા બાદ પોતાની ફૂટબોલ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

મોએનચેંગલાડબાકમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં જર્મનીએ ફિનલેન્ડ સામે એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે કેપ્ટન શ્વેન્સટાઇગરે ભાવુકતા અને આંસુઓ સાથે મેદાન પરથી વિદાય લીધી હતી. આ મેચમાં મેક્સ મેયર અને પોલસ અરાજુરીએ જર્મની માટે ગોલ કર્યા હતા. માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા શ્વેન્સટાઇગરે ૨૯ જુલાઈએ યૂરો કપ-૨૦૧૬ની સેમિફાઇનલમાં પરાજય થતાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. શ્વેન્સટાઇગરે પોતાની અંતિમ મેચ ૬૮ મિનિટ સુધી રમી હતી. જ્યારે તે મેદાન પરથી બહાર નીકળ્યો ત્યારે દર્શકોએ ઊભા થઈ તેનું અભિવાદન કર્યું હતું.

શ્વેન્સટાઇગરે કહ્યું કે, હું મારા પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું જેઓ મારી અંતિમ મેચ માટે અહીં આવ્યા છે. હું મારી નેશનલ ટીમને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું.

૩૨ વર્ષીય શ્વેન્સટાઇગર ૨૦૧૪માં વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમમાં સામેલ હતા અને જર્મની તરફથી સર્વાધિક મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. પદાર્પણનના ૧૨ વર્ષ બાદ શ્વેન્સટાઇગરે વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટન તરીકે કારકિર્દી પર પૂર્ણવિરામ લગાવ્યો. બોરુસ પાર્ક સ્ટેડિયમમાં ૩૦ હજારથી વધુ નેશનલ ટીમના કેપ્ટનની અંતિમ મેચ જોવા માટે મેદાન પર પહોંચ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો