get-quick-access-to-pan-card-with-immediate-aadhar-links-will-get-refund-in-the-income-tex
  • Home
  • Business
  • ઝડપથી કરાવી લો પાનકાર્ડને આધાર સાથે લીન્ક ઇન્કટેક્સમાં તાત્કાલીક મળશે રીફંડ

ઝડપથી કરાવી લો પાનકાર્ડને આધાર સાથે લીન્ક ઇન્કટેક્સમાં તાત્કાલીક મળશે રીફંડ

 | 12:44 pm IST

શું તમે હજુ સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લિન્ક ન કરાવ્યો હોય તો કરીલો કેમકે એનાથી તમને ખુબજ ફાયદાઓ થશે. ઇન્કમટેક્સના કરદાતાઓ પાનકાર્ડની સાથે આધારલિંક કરાવે તો રીફંડ ઝડપથી મેળવી શકશે. જ્યારે જે કરદાતાઓએ આધારલીંક કરાવ્યુ નહીં હોય તેણે રીટર્ન ફાઇલ કર્યા બાદ રીફંડ મેળવવા બેંગલોર ખાતે મેન્યુઅલી તમામ ડોક્યુમેન્ટ મોકલવા પડશે.

પાનકાર્ડની સાથે આધાર કાર્ડ ફરજીયાત લિંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની મુદત જુન 2019 રાખવામાં આવ્યા બાદ માર્ચ 2019 મુદત કરવામાં આવી હતી. ત્યાર બાદ સુપ્રિમ કોર્ટે આધારકાર્ડ ફરજીયાત નહીં રાખવાનો ચુકાદો આપતા હાલમાં આધારકાર્ડ ફરજીયાત પાનકાર્ડ સાથે લીંક કરવાનો અમલ કરવામાં આવ્યો રહ્યો નથી.

પરંતુ કરદાતાઓએ રીટર્ન ભર્યા બાદ રીફંડ ઝડપથી મેળવવુ હોય તો આધારકાર્ડ ફરજીયાત લીંક કરવો પડશે. કારણ કે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરેલો હશે તો રીટર્ન ફાઇલ કર્યા બાદ આધારકાર્ડ વખતે જે મોબાઇલ નંબર લખ્યો હશે તેના પર એક ઓટીપી આવશે. આ ઓટીપી ઇન્કમટેક્સની વેબસાઇટ પર રીફંડ કલેઇમ કરતી વખતે લખતાની સાથે જ ઇ ફાઇલીંગ થઇ જશે.

જેથી કરદાતાઓને એક સપ્તાહની અંદર જ તેના બેંક એકાઉન્ટમાં સીધા રીફંડના નાંણા જમા થઇ જશે. જ્યારે જે કરદાતાઓએ આધારકાર્ડ લીંક કરાવ્યુ નહીં હોય તેને મેન્યુઅલી તમામ ડોકયુમેન્ટ બેંગલોર ખાતે રીટર્ન ફાઇલ કર્યાના 120 દિવસમાં મોકલવાના રહેશે. ત્યાર બાદ કરદાતાના ખાતામાં રીફંડના નાંણા જમા કરવામાં આવશે. પરંતુ આ પ્રક્રિયા લાંબી હોવાના કારણે કરદાતાઓને રીફંડ મેળવવામાં પણ રાહ જોવી પડે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન