Get rid of banana glycerin remove black skin glow with these 3 things
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા પરના કાળા ડાઘથી મળશે છૂટકારો અને આવશે ગ્લો, આ 3 વસ્તુ છે ખાસ

ત્વચા પરના કાળા ડાઘથી મળશે છૂટકારો અને આવશે ગ્લો, આ 3 વસ્તુ છે ખાસ

 | 9:13 am IST

ડ્રાય સ્કિન એક સામાન્ય સમસ્યા છે. જે ડ્રાય થવાને કારણે ત્વચા ખરાબ લાગે છે. એવામાં અમે આજે તમારા માટે એક ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકશો. સાજે જ ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ દૂર કરી શકશો. તો આવો જોઇએ ઘરેલું ફેસપેક બનાવવાની રીત…

સામગ્રી

કેળા
ગ્લિસરીન
ટી-ટ્રી ઓઇલ

જો તમને ટી-ટ્રી ઓઇલ પસંદ નથી તો તમે તેમા કઇક ખાસ સ્કિન એસેન્સ ઓઇલ ઉમેરી શકો છો. જેમ કે સેન્ડલ વુ઼ડ ઓઇલ,. આ ફેસપેક બનાવવા માટે તમે સૌથી પહેલા અડધું કેળું લો. ધ્યાન રહે કે તેની છાલ નીકાળવાની નથી. હવે તેને છાલ સાથે પીસી લો. સાથે જ તેમા અડધી ચમચી ગ્લિસરીન, અને 3-4 ટીપા ટી-ટ્રી ઓઇલના ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે. તમારો ફેસપેક..

કેળામાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપૂર પ્રમાણાં રહેલા છે. તે ત્વચા માટે ફાયદાકારક છે. કેળાની છાલ પણ અનેક વિટામીનથી ભરપૂર છે. તેની સાથે જ તે ત્વચામાં ગ્લો લાવવવાનું કામ કરે છે. તેનાથી તમારી ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર રહે છે.

ગ્લિસરીન તમારા ચહેરાને સોફ્ટ બનાવશે અને ટી-ટ્રી ઓઇલ જેમા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગસના ગુણ હોય છે જે તમારા ચહેરા પરા ખીલને ખત્મ કરે છે. તે સ્કિન માટે ઉપયોગી છે.

તે સિવાય તમે કેળા અને હળદરથી પણ ફેસપેક બનાવી શકો છો. તેના માટે એક કેળુ લો અને પીસી લો તેમા અડધી ચમચી હળદર ઉમેરી લો અને 1/3 દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ચહેરા પર 15 મિનિટ લગાવો જેથી ખીલની સમસ્યા કાયમ માટે દૂર થશે.

આ પણ જુઓ :ડોનાલ્ડ ટ્રમ્પના બંદોબસ્તમાં કોણ કોણ તૈનાત રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન