Get rid of these mantras on Shani Jayanti effect of Saturn's Sadasati 5 zodiac signs
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શનિ જયંતિ પર આ મંત્રોથી દૂર કરો શનિની સાડાસાતીનો પ્રભાવ, 5 રાશિ પર પડશે અસર

શનિ જયંતિ પર આ મંત્રોથી દૂર કરો શનિની સાડાસાતીનો પ્રભાવ, 5 રાશિ પર પડશે અસર

 | 10:11 am IST

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ જયંતિનો દિવસ છે. આ વખતે શનિ જયંતિ વિશેષ યોગમાં આવી રહ્યા છે. 22 મે શુક્રવારે શનિ જયંતિ છે. શનિદેવ એક ખૂબ જ ધીમી ગતિથી ચાલનારા ગ્રહ છે. 30 વર્ષ પછી, શનિ તેની પોતાની રાશિમાં ગોચર થઇ રહ્યા છે. તે પછી 11 મેના રોજ, તે પોતાની રાશિમાં વક્રી થયા છે. આ વખતે શનિ વક્રી હોવા પર શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

શનિના વક્રી થવાના કારણે જે રાશિ પર શનિની સા઼ડાસાતી અને ઢૈય્યા ચાલી રહી છે તો તેની પર તેનો વિશેષ પ્રભાવ જોવા મળશે. શનિ જયંતી પર શનિના મંત્રનો જાપ કરવાથી રાશિ પર ચાલી રહેલી ખરાબ અસર ઓછી થઇ શકે છે.

આ રાશિઓ પર શનિની સાડાસાતી

ધન, મકર અને કુંભ રાશિ પર શનિની ઢૈય્યા – મિથુન અને તુલા

શનિનો પૌરાણિક મંત્ર

ऊँ ह्रिं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम। छाया मार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।।

શનિનો વૈદિક મંત્ર

ऊँ शन्नोदेवीर- भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः।

તાંત્રિક શનિ મંત્ર

ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।

શનિનો બીજ મંત્ર
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।

સામાન્ય મંત્ર

ॐ शं शनैश्चराय नमः।

શનિન ગાયત્રી મંત્ર

ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्

શનિ દોષથી છૂટકારો મેળવવા માટે મહા ઉપાય

– હનુમાનજીની ઉપાસના કરો
– ગરીબોનો દાન કરો
– શનિવારના દિવસે શનિને તેવ ચઢાવો
– અડદ દાળનું દાન કરો
– બ્રાહ્મણોને ભોજન કરાવો
– પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો
– કાળા કૂતરાને ઘીની રોટલી ખવડાવો

આ પણ જુઓ :નવ ગુરુવાર શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે તો કેવી ફળોની પ્રાપ્તિ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન