Get rid of two oily hair by doing home remedies split end
  • Home
  • Fashion & Beauty
  • ઘરગથ્થુ ઉપચાર કરી બે મોઢાવાળા વાળમાંથી મેળવો છુટકારો

ઘરગથ્થુ ઉપચાર કરી બે મોઢાવાળા વાળમાંથી મેળવો છુટકારો

 | 12:04 pm IST

હેર ટિપ્સ :- હેતા પટેલ

જ્યારે વાળના છેડેથી બે ભાગ થઈ ગયા હોય ત્યારે તેને બે મોઢાવાળા વાળ કહે છે. વાળ બે મોઢાવાળા થઈ જાય ત્યારે વાળ નીચેથી નિસ્તેજ અને બરછટ થઈ જાય છે. મોટા ભાગની મહિલાઓને આ સમસ્યા રહે છે. અને વાળ બે મોઢાવાળા થઈ જાય ત્યારે વાળ વધવાનું પણ બંધ થઈ જાય છે. જોકે તેનાથી છુટકારો મેળવવાના ઘણા ઉપાય છે. પણ આ બે મોઢાળા વાળ કેમ થાય છે તે વિશે પહેલાં જાણી લઈએ.

બે મોઢાવાળા વાળ થવાનાં કારણ

ગરમી

બે મોઢાવાળા વાળ ઘણાં કારણસર થાય છે, તેમાંનું એક કારણ છે ગરમી. ગરમી આપતાં ઉપકરણ જેવાં કે હેર કલર, હેર સ્ટ્રેટનર અને હેર ડ્રાયર જે વાળને નુકસાન કરે છે. તેમાંથી નીકળતી ગરમી વાળને નિસ્તેજ બનાવે છે અને બે મોઢાવાળા બનાવે છે. આ કારણે જ વાળમાં હેર કલર અને હેર સ્ટ્રેટનર જેવાં ઉપકરણોનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો.

કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ

કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ પર તેની માઠી અસર પડે છે. તેનાથી વાળ બરછટ બની જાય છે અને બે મોઢાવાળા બની જાય છે. આ કારણે જ્યારે પણ તમે વાળમાં કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરો ત્યારે તે વસ્તુ જરૂર ચકાશો કે તે પ્રોડક્ટમાં કયાં કયાં કેમિકલનો ઉપયોગ થયો છે.

વધારે વખત વાળ ધોવા

વાળને વધારે વાર ધોવાથી પણ આ સમસ્યા ઉદ્ભવે છે. વાળને વધારે વાર ધોવાથી વાળ શુષ્ક થઈ જાય છે અને તેનું મોઈૃરાઈઝર જતું રહે છે. આ કારણે અઠવાડિયામાં વધારેમાં વધારે બે વખત વાળને ધોવા જોઈએ. તેનાથી બે મોઢાવાળા વાળ થવાની સમસ્યા થશે નહીં.

વાળમાં તેલ ન લગાવવું

વાળમાં તેલ લગાવવું ઘણું જરૂરી છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળની ચમક જળવાઈ રહે છે. જો વાળમાં તેલ લગાવવામાં ન આવે તો વાળમાં શુષ્કતા આવી જાય છે અને તેના કારણે વાળ બે મોઢાવાળા બની જાય છે.

અવનવાં શેમ્પૂનો ઉપયોગ

દર વખતે અલગઅલગ શેમ્પૂનો ઉપયોગ કરવાથી પણ વાળમાં તેની ખરાબ અસર પડે છે. દર વખતે શેમ્પૂ બદલતા રહેવાથી વાળ તૂટવા લાગે છે અને બે મોઢાવાળા બને છે.

ખરાબ રબરબેન્ડનો પ્રયોગ કરવો

પાતળા અને ખરાબ કંડિશનના રબરબેન્ડનો ઉપયોગ કરવાથી પણ વાળ પર તેની ખરાબ અસર પડે છે. જ્યારે રબરબેન્ડને વાળમાંથી કાઢો છો ત્યારે ઘણા વાળ રબરબેન્ડમાં ફસાઈ જાય છે અને તૂટવા લાગે છે. આખરે વાળ વધતા નથી અને તેના કારણે વાળ બે મોઢાવાળા બને છે.

બે મોઢાવાળા વાળથી બચવા લગાવો હેર માસ્ક હેર માસ્ક

જો વાળમાં યોગ્ય પ્રમાણમાં મોઈૃરાઈઝર જળવાઈ રહે તો બે મોઢા વાળની સમસ્યા સર્જાતી નથી. વાળને મોઈૃર પૂરું પાડવાનું કામ તમે હેર માસ્ક દ્વારા કરી શકો છો.

તમે ઘરે જ ઘરગથ્થુ ઉપચારથી હેર માસ્ક બનાવી વાળમાં લગાવી શકો છો. હેર માસ્ક બનાવવા ઘણી ઘરગથ્થુ સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. વાળ માટે બેસ્ટ હેરમાસ્ક છે, કેળાં અને ઈંડાંના મિશ્રણવાળો હેર માસ્ક.

ઈંડાંનો માસ્ક

ઈંડાંનો માસ્ક બનાવવા માટે સૌથી પહેલાં તમારા વાળની લંબાઈ પ્રમાણે ઈંડાં લો. એક બાઉલમાં ઈંડું તોડો તેમાં એક મોટો ચમચો મધ અને લગભગ ત્રણ ચમચી ઓલિવ ઓઈલનું તેલ લઈને મિશ્રણ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેવા દઈ પાણીથી ધોઈ લો. તમારા વાળ સ્મૂધ અને સિલ્કી બની જાય છે અને વાળમાં મોઈૃર જળવાઈ રહે છે.

કેળાંનો માસ્ક

કેળાંનો માસ્ક બનાવવા માટે કેળાંને વ્યવસ્થિત રીતે છૂંદીને તેમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી ઓલિવ ઓઈલ અથવા નારિયેળ તેલ નાખીને વાળમાં લગાવો. થોડીવાર પછી પાણીથી વાળને ધોઈ લેવા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન