Amreli Fisherman millionaire due to Ghol Fish Caught
  • Home
  • Featured
  • અમરેલીનો માછીમાર રાતોરાત બની ગયો કરોડપતિ, જાળમાં ફસાય ગઇ આ કિંમતી માછલીઓ

અમરેલીનો માછીમાર રાતોરાત બની ગયો કરોડપતિ, જાળમાં ફસાય ગઇ આ કિંમતી માછલીઓ

 | 1:58 pm IST

કહેવાય છે ને કે ‘દેને વાલ જબ ભી દેતા…દેતા છપ્પર ફાડ કે’ આ ડ્રીમ દરેક માટે સાચું પડે તેવી દરેકની ઇચ્છા હોય છે અને આ જો તમારું સપનું અચાનક જ સાચું પડી જાય તો? જી હા અમરેલીના એક માછીમાર સાથે આવું જ બન્યું તેમની જાળમાં એવી તે માછલીઓ આવી કે રાતોરાત બની ગયો કરોડપતિ.

મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારનો એક માછીમાર નિત્યક્રમ મુજબ દરિયો ખેડવા ગયો હતો. તે માછલીઓની શોધમાં જાફરાબાદના દરિયામાં જાળ પાથરતા 50 નોટિકલમાઈલ દૂર પહોંચી ગયો. અહીં તેની જાળમાં એક બે નહીં પરંતુ પૂરી 800 ઘોલ માછલી ફસાય ગઇ.

માછીમારે તો પોતાના વ્યવસાય અનુસાર, માછલીઓ લઈ બોટમાં લેવાનું નક્કી કર્યું. પરંતુ, તેણે જેવી જાણ પાણીમાંથી બહાર કાઢીને જોયું તો, તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કારણ કે તેની જાળમાં કિંમતી ભાવ મળતી ઘોલ માછલી ફસાઈ હતી. તેણે એક પછી એક જાળમાં ફસાયેલી માછલીને ભેગી કરી, બોટમાં મુકી. તેની ગણતરી અનુસાર, તેની જાળમાં કુલ 800 ઘોલ માછલી ફસાઈ હતી.

માછીમારોના જણાવ્યા અનુસાર, ઘોલ માછલીના ભાવ ખૂબ જ સારા મળે છે. 800 ઘોલ માછલીની જો કિંમત આંકવામાં આવે તો અંદાજીત 1.50 કરોડ રૂપિયા થાય છે. એટલે કે આ માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો. આ નસીબદાર માછીમારનું નામ કાનજીભાઇ રામજીભાઇ કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.