ભૂત-પ્રેત કોઈકના શરીરમાં પ્રવેશ કરી શકે છે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ભૂત-પ્રેત કોઈકના શરીરમાં પ્રવેશ કરી શકે છે?

ભૂત-પ્રેત કોઈકના શરીરમાં પ્રવેશ કરી શકે છે?

 | 2:27 am IST

લૌકિક-અલૌકિકઃ સલિલ પટેલ

ભૂત-પ્રેત કોઈકના શરીરમાં પ્રવેશ કરી શકે છે? શું કાયદાહીન પ્રાણી કોઈ વ્યક્તિને પોતાના વશમાં કરી શકે છે?

ઘણા તાંત્રિક દાવો કરે છે કે તેમણે આત્મા અથવા ભૂતને પોતાના વશમાં કરી રાખ્યો છે, તે પેલી આત્માને કોઈપણ વ્યક્તિમાં જેના દ્વારા તે કશું પ્રાપ્ત કરવા માંગ છે પ્રવેશ કરાવી શકે છે. તે વ્યક્તિ તે જ કરશે જે તેને કરવા માટે કહેવામાં આવે છે. કેદ કરનારના મૃત્યુ બાદ તે એની કેદમાંથી મુક્ત થઈ જાય છે. મોટાભાગના તાંત્રિકોની શક્તિ મૃત્યુ સુધી તેની સાથે નથી રહેતી.

શેક્સપિયરની એક રચના ‘ધ ટેમપેસ્ટ’માં જે ભૂત સાધકનું વર્ણન કરવામાં આવ્યું છે, તે આ રીતની જ ક્રિયાઓ કરતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ જે પોતાના પ્રારબ્ધ કર્મને સમાપ્ત કર્યા પહેલા મરી જાય છે, તે એક વણટૂટયા અને ઠોસ કાર્મિક સંરચના સાથે જાય છે. આવું ફક્ત કોઈક દુર્ઘટના, ઈજા અથવા બીમારીના કારણે જ થઈ શકે છે.  શરીરનું એક અંગ ખરાબ થઈ જાય છે અને હવે ફકત ભૌતિક શરીરમાં સ્વયંનું નિર્વાહ/પોષણ કરવામાં જીવન સક્ષમ નથી રહેતંુ, તો તે પોતાનું શરીર છોડી દે છે, પરંતુ તે છતાં પણ કાર્મિક સંરચના કાયમ રહે છે.

જો કોઈ વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ પૂરું કરી લે છે- ત્યારે તે વધારે સૂક્ષ્મ થઈ જાય છે પછી તેને અધિકાંશ લોકો મહેસૂસ કરી શક્તા નથી. જો તેનું પ્રારબ્ધ બાકી હોય અને જો તે મરી જાય તો એને વધારે લોકો મહેસૂસ કરી શકે છે આ જ કારણ છે કે પરંપરાગત રૂપથી, આ સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે જો તમારી હત્યા કરી દેવામાં આવે છે, અથવા તમે આત્મહત્યા કરી લો છો અથવા કોઈ દુર્ઘટનામાં મૃત્યુ પામો છો, તો તમે ભૂત બનો છો. દરેક વ્યક્તિ ભૂત બને છે. આ એક થોડોક વધારે સઘન ભૂત હોય છે, જે અમુક વધારે લોકો દ્વારા મહેસૂસ કરવામાં આવે  છે, તેમને ફક્ત એ જ લોકો મહેસૂસ કરી શકે છે, જેનામાં એક ખાસ રીતની સૂક્ષ્મતા છે.

તે પ્રાણી જેમનું પ્રારબ્ધ હજુ સમાપ્ત નથી થયું. તેનામાં માનવીય પ્રવૃત્તિઓ બની રહે છે જે ભોજન કરવા, સૂઈ જવા અને મૈથુન કરવા માંગે છે, કારણ કે તેઓ હજુ પણ પોતાના કર્મને યાદ કરે છે.

જે બીજા પ્રાણી છે, તેમનામાં આ નથી હોતું. તેમની કાર્મિક સંરચના સમાપ્ત થઈ જાય છે, આથી જ તેમનામાં આવી ચીજોનું અસ્તિત્વ હોતું જ નથી. આ જ તેમની વચ્ચેનું અંતર છે. જો તમે તમારા કર્મને જલદી જલદી સમાપ્ત કરી લો છો, તો તમે આ બધી બાધ્યતાઓથી મુક્ત થઈ જાઓ છો. આ કામાહીન પ્રાણીઓની સાથે પણ આ જ વાસ્તવિક્તા છે. જો કાર્મિક બાધ્યતા રહી ગઈ છે; તો આવા પ્રાણી પોતાની તૃષ્ણા પૂરી કરવા માટે તમારો ઉપયોગ કરશે. કારણ કે તેઓ સ્વયંથી પોતાની પ્રવૃત્તિઓને તૃપ્ત કરવા માટે સક્ષ્મ નથી હોતા. ઉદાહરણ રૂપે જોઈએ તો, વિશ્વમાં દરેક જગ્યાએ બળાત્કાર થાય છે બળાત્કારથી કોઈપણ વ્યક્તિને આનંદનો અનુભવ થતો નથી. તે ફક્ત એટલું છે કે આ એક રીતની બાહ્યતા હોય છે તે આને કરવા માંગે છે, બસ આટલું જ. તે આનામાં આનંદને શોધે છે, પરંતુ વાસ્તવમાં તેમાં કોઈ જ આનંદ હોતો નથી.

કેટલાક લોકો ભૂખ્યા પ્રાણીઓ દ્વારા વશમાં કરવામાં આવે છે, આ પ્રાણી ફક્ત ખાવાનું ઈચ્છે છે. આવું પ્રાણી જ્યારે કોઈ વ્યક્તિને કાબૂમાં કરે છે, તો જેટલું એક સાધારણ માણસ ખાય છે, તેનાથી આ વ્યક્તિ પાંચથી દસ ગણુ વધારે ખાવા લાગે છે અને તે છતાં પણ તેને સંતુષ્ટ થતા નથી. આ પ્રાણી આ રીતે જ ખાય છે, તે છતાં પણ તેઓ ભોજનનો અનુભવ નથી કરી શક્તા. આ ફક્ત તેના માટે એક રીતની બાહ્યતા જ હોય છે તે ફકત પેલી વ્યક્તિને ખાવા માટે વિવશ કરે છે, પરંતુ સ્વયં તેનો અનુભવ કરી શક્તો નથી. કારણ કે ખાવાની પ્રક્રિયા ફક્ત ભૌતિક શરીર માટે જ છે. આ એક વ્યાખ્યતા છે. આથી વશમાં કરવામાં આવેલ વ્યક્તિની વ્યગ્રતા ધીમેધીમે વધવા લાગે છે અને વધારે ને વધારે માત્રામાં ભોજનની માંગ કરે છે. તે છતાં પણ તે ભોજનનો અનુભવ કરી શક્તો નથી. આ જ કારણ છે કે ભારતમાં એવું શીખવાડવામાં આવે છે કે જ્યારે તમે ભોજન કરો છો, ત્યારે તમારે ભુખ્ખડની જેમ ખાવું ના જોઈએ. તમારે આરામથી ધીમેધીમે ખાવું જોઈએ. જમવાને સામે રાખીને સૌથી પહેલા તેને પ્રણામ કરવું જોઈએ, તમારે તમારી થાળીની ચારેબાજુ થોડું પાણી છાંટી લો. જેથી કરીને કોઈપણ પ્રકારનું પ્રાણી-આત્મા તમારી તરફ આર્કિષત ના થાય. જો તમે ભુખ્ખડની જેમ ખાવ છો તો આ રીતનો કોઈ આત્મા, પ્રાણી તમારી અંદર પ્રવેશ માંગશે. જયારે અધ્યાત્મમાં લોકો સાધના કરે છે, ત્યારે તેમની ઊર્જા વધારે સ્થિર-સકારાત્મક અને સૂક્ષ્મતર થઈ જાય છે. તે વિભિન્ન પ્રકારના પ્રાણીઓને આર્કિષત કરી શકે છે. જ્યારે ઊર્જા સૂક્ષ્મ થઈ જાય છે, તો કાયાહીન પ્રાણીઓની આપવાની સંભાવના વધી જાય છે.

[email protected]