દરિયા કિનારે જોવા મળ્યો વિશાળકાય શેતાન જીવ, ફોટો જોઇ ચીતરી ચઢશે, કુદરતી આફતના એંધાણ - Sandesh
  • Home
  • World
  • દરિયા કિનારે જોવા મળ્યો વિશાળકાય શેતાન જીવ, ફોટો જોઇ ચીતરી ચઢશે, કુદરતી આફતના એંધાણ

દરિયા કિનારે જોવા મળ્યો વિશાળકાય શેતાન જીવ, ફોટો જોઇ ચીતરી ચઢશે, કુદરતી આફતના એંધાણ

 | 5:03 pm IST

ફિલિપાઇન્સના ઓરિએન્ટલ મિંડોરો પ્રાંતમાં ગયા સોમવાર સાંજે લોકોએ દરિયા કિનારે મૃત વિશાળકાય જાનવર જોયું. દરિયાની વચ્ચે ઊંડાઇમાંથી બહાર નીકળેલ આ વિશાળકાય જીવે અહીંના લોકોને મુશ્કેલીમાં નાંખી દીધા તો કેટલાંક લોકો ડરી ગયા છે.

ટ્રકના આકારના શરીરવાળું અને મોટા-મોટા વાળવાળા આ જીવને લોકો એ ‘દરિયાઇ શૈતાન’નું નામ આપ્યું છે. સ્થાનિક લોકોને લાગ્યું કે આ કોઇ પૌરાણિક કથાઓમાં થયેલા ઉલ્લેખ સાથે મળતો કોઇ જીવ છે. જે કોઇ કુદરતી આપદા આવતા પહેલાંનો સંકેત છે.

20 ફૂટ લાંબા અને અંદાજે 2 ટન વજન ધરાવતા મૃત વિશાળકાળ જાનવરને જોવા માટે મોટી ભીડ ઉમટી હતી. એકબાજુથી અંદાજે 4 ફૂટ પહોળા અને બીજી બાજુથી 2 ફૂટ પહોળું આ મૃત જાનવર હતું, તેના વાળ ગ્રે વ્હાઇટ રંગના હતા. દરિયાકિનારે સમુદ્રી લહેરોની સાથે વહીને આવેલ વિશાળકાળ જીવના શરીરમાંથી આવી રહેલ દુર્ગંધ સહન થાય તેવી નહોતી.

એક સ્થાનિક વ્યક્તિ ટામ માલિંગે કહ્યું કે ઓરિએન્ટલ મિંડોરોની તરફ એક ભૂકંપ વાધી રહ્યો છે. આ વિશાળકાય શૈતાન એ વાતનું પ્રતીક છે કે કંઇક ખરાબ થવાનું છે. જો કે અધિકારીઓ સેમ્પલ લઇ ગયા છે અને તેમનું માનવું છે કે આ કોઇ વ્હેલનો અવશેષ છે પરંતુ સ્થાનિક લોકોનું માનવું છે કે આ કોઇ આવનાર કુદરતી આપત્તિનો ખરાબ સંકેત છે.